ETV Bharat / entertainment

Janhvi Kapoor Birthday: જ્હાનવી કપૂરને તેના 27માં જન્મદિવસે શિખર પહાડિયાએ પાઠવી શુભેચ્છાઓ - જ્હાનવી કપૂરનો 27મો જન્મ દિવસ

જ્હાન્વી કપૂર આજે 6 માર્ચે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ દિવસે, તેના અફવાવાળા બોયફ્રેન્ડે પ્રેમનો વરસાદ કર્યો છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. Janhvi Kapoor Birthday Shikhar Pahadiya 6th March 27th Birthday Instastories

જ્હાનવી કપૂરને તેના 27મા જન્મ દિવસે શિખર પહાડિયાએ પાઠવી શુભેચ્છાઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 5:06 PM IST

મુંબઈઃ આજે 6 માર્ચના રોજ જ્હાન્વી કપૂર 27મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ દિવસે જ્હાન્વી કપૂરને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ મળી રહી છે. હવે, તેના કહેવાતા બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ આ અભિનેત્રીને તેના જન્મદિવસ પર રોમેન્ટિક શૈલીમાં શુભેચ્છા પાઠવી છે. પહાડિયાએ જ્હાન્વીને શુભેચ્છા આપ્યા બાદ તે બંનેના પ્રેમ સંબંધોની અફવાએ વેગ પકડ્યું છે.

શિખર પહાડિયાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવીઃ શિખર પહાડિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જ્હાન્વી કપૂર સાથેની તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં બંને એફિલ ટાવરની સામે ઊભા રહીને પોઝ આપતા જોઈ શકાય છે. આ તસવીર સાથે, શિખરે તેની પ્રેમિકાને રેડ હાર્ટ ઇમોજી સાથે 'હેપ્પી બર્થ ડે'ની શુભેચ્છા પાઠવી છે. તસવીરમાં બંને બ્લેક આઉટફિટમાં ક્યૂટ લાગી રહ્યા છે.

પેટ ડોગ સાથે ફોટોઝઃ આગામી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, શિખરે પાલતુ કૂતરા સાથે જ્હાનવી કપૂરની તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'તમારા તમામ બાળકો તરફથી પ્રેમ'. જ્હાન્વી તેના પાલતુ કૂતરા સાથે ડેલી વેઅર ડ્રેસમાં બેઠેલી જોઈ શકાય છે.

શિખર સાથે હેન્ગઆઉટઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલમાં જાન્હવી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. જ્યારે આ ક્યૂટ કપલ જામનગર પહોંચ્યું ત્યારે બંને એકસાથે કેમેરામાં કેદ થયા હતા. પાર્ટી પૂરી થયા બાદ બંને જામનગરથી મુંબઈ જવા માટે પણ સાથે જ એરપોર્ટ પરથી નીકળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શિખર કેમેરાથી બચતો જોવા મળ્યો હતો. હાલમાં બંનેએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.

  1. ફિલ્મ મિલીમાં બહેન જ્હાનવીની એક્ટિંગ જોઈને અર્જુન કપૂર ચોંકી ગયો
  2. જ્હાનવી કપૂરની નાની બહેને પહેર્યો બોલ્ડ ડ્રેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.