કોલકાતા : તમારામાંથી કેટલા ફિલ્મ પ્રેમીઓ જાણે છે કે મધર ઇન્ડિયા નરગીસે 1971 ના બાંગ્લાદેશ યુદ્ધ પર ઋત્વિક ઘટક દ્વારા નિર્દેશિત ડોક્યુમેન્ટ્રીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ? આ અજાણી વાત પરથી પડદો હટાવવા માટે ભૂતકાળના સુપરસ્ટાર વિશ્વજિત ચેટર્જીનો આભાર...
ઋત્વિક ઘટકની પુણ્યતિથિ પર વિશ્વજીત ચેટર્જીએ ETV BHARAT સાથેની વાતચીતમાં એક ખાસ કિસ્સો વાગોળતા કહ્યું કે, કેવી રીતે તેમણે નરગીસને ડોક્યુમેન્ટ્રી 'દરબાર ગતિ પદ્મ' માં ભૂમિકા ભજવવા સમજાવ્યા હતા. તેમણે કહ્યું, ઋત્વિક દાનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. જ્યારે તેમણે રેડિયો પર બાંગ્લાદેશમાં 1971-72 ના અત્યાચાર વિશે સાંભળ્યું ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા.
નરગીસે 1971-72 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં બંગાળી માતાની ભૂમિકા ભજવી હતી. જોકે, તેની સાથે એક રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાત કરતા અભિનેતા વિશ્વજીત ચેટર્જીએ વર્ણવ્યું કે કેવી રીતે નરગીસ અભિનયમાંથી નિવૃત્તિ લીધા પછી પણ અભિનય સાથે જોડાયેલી રહી.
વિશ્વજીત ચેટર્જીએ વધુમાં ઉમેર્યું કે, ઋત્વિક દાએ પૂછ્યું કે શું હું ડોક્યુમેન્ટરી બનાવી શકું, કારણ કે લોકોને બાંગ્લાદેશની લાચારી વિશે જાણ હોવી જોઈએ. હું નિર્માતા હતો. ઋત્વિક દા દિગ્દર્શક હતા. મેં ત્રણ દિવસમાં સ્ક્રિપ્ટ પૂરી કરી અને નરગીસને બંગાળી માતાની ભૂમિકા માટે કાસ્ટ કરવાનું નક્કી કર્યું.
જોકે બિશ્વજીત ચેટર્જીના જણાવ્યા અનુસાર નરગીસ શરૂઆતમાં આ ફિલ્મ કરવા ઇચ્છુક નહોતી. તેમણે કહ્યું કે, નરગીસ ભાભીએ અભિનયમાંથી ઔપચારિક રીતે નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે ના પાડી દીધી. પછી મેં તેમને બાંગ્લાદેશની દુઃખદ પરિસ્થિતિ વિશે જણાવ્યું અને મેં ઉલ્લેખ કર્યો કે ઋત્વિક દા ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે.
વિશ્વજીત ચેટર્જીએ યાદ કર્યું કે, ઋત્વિક દાનું નામ સાંભળીને નરગીસનું હૃદય પીગળી ગયું હતું. નરગીસ તેમના માટે ખૂબ જ માન રાખતી હતી. નરગીસ તેમની ઓફરનો પ્રતિકાર કરવામાં અસમર્થ હતી, કારણ કે કોઈ ઋત્વિક ઘટકને ઈન્કાર કરી શક્યું નહોતું. પછી ઋત્વિક ઘટકે પોતે અભિનેત્રી નરગીસને ડોક્યુમેન્ટ્રી વિશે જણાવ્યું અને વચન આપ્યું કે જો તે આમાં કામ કરશે તો તેને ઘણા લોકોના આશીર્વાદ મળશે. નરગીસે આખરે સંમતિ આપતા સૂચવ્યું કે ફિલ્માંકન તેના ઘરે કરવામાં આવે. કારણ કે પત્રકારો શૂટિંગમાં અવરોધ ઉભો કરી શકે છે. નરગીસની વિનંતી મુજબ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ તેના ઘરના બગીચામાં થયું હતું.
વિશ્વજીત ચેટર્જીએ ઉમેર્યું કે, મારે એ કહેવાની જરૂર નથી કે ઋત્વિક ઘટક કેટલા મહાન દિગ્દર્શક હતા. મેં આ વ્યક્તિ પાસેથી ઘણું શીખ્યું છે. તેમની પાસે વિપુલ પ્રમાણમાં જ્ઞાન હતું. તે હરતો ફરતો જ્ઞાનકોશ છે. હું ઋત્વિકને 'પાગલ પ્રતિભા' કહેતો હતો કારણ કે તેઓ હકીકતમાં ખૂબ જ તરંગી અને સ્વભાવગત હતા. તેમનો મૂડ ક્ષણે ક્ષણે બદલાતો રહેતો અને જીવન ખૂબ જ વ્યસ્ત હતું. ઋત્વિક દા એકવાર મુંબઈમાં મારા ઘરે રોકાયા હતા. જો તેઓ લાંબુ જીવ્યા હોત તો ઘણી વધુ ક્લાસિક બનાવી શક્યા હોત.
વિશ્વજીત ચેટર્જીએ યાદ કર્યું કે, તેઓ સંસાર શિમંતે ફિલ્મ કરવાના હતા. તેમણે પોતે જ સ્ક્રિપ્ટ લખી હતી. ઋત્વિક દા, માધાબી મુખર્જી અને હેમંતા દા સાથે બધું ફાઇનલ કરવામાં આવ્યું હતું. જોકે, આખરે ઋત્વિક દાની જગ્યાએ તરુણ મજમુદારને લેવામાં આવ્યા હતા. રિત્વિક દાએ ક્યારેય બીજી કોઈ પિક્ચર નથી કરી.