લંડન : લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં આયોજીત BAFTA ફિલ્મ એવોર્ડ 2024 ફંક્શનમાં બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ લીડિંગ એક્ટર સહિત સાત એવોર્ડ મેળવીને દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની બાયોપિક ફિલ્મ ઓપનહાઈમરનો દબદબો રહ્યો હતો.
'પુઅર થિંગ્સ'નો દબદબો : US આધારિત મીડિયા આઉટલેટ ડેડલાઈન અનુસાર 'પુઅર થિંગ્સે' પાંચ બાફ્ટા એવોર્ડ જીત્યા હતા. જેમાં એમ્મા સ્ટોનને લીડિંગ અભિનેત્રીના એવોર્ડ સાથે બેસ્ટ કોસ્ચ્યુમ, બેસ્ટ મેકઅપ અને હેર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે એવોર્ડ સામેલ હતા.
'બાર્બી' ખાલી હાથે પરત ફરી : ડેડલાઇનના અહેવાલ મુજબ 'કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન' ને નવ નોમિનેશન મળ્યા હતા. બ્રેડલી કૂપરની 'મેસ્ટ્રો' ને સાત નોમિનેશન હતા. જ્યારે 2023 ની સૌથી મોટી બોક્સ ઓફિસ ફિલ્મ ગ્રેટા ગેર્વિગની 'બાર્બી' ને એક પણ એવોર્ડ મળ્યો ન હતો.
બાફ્ટામાં દીપિકાનું ડેબ્યુ : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બાફ્ટા એવોર્ડ્સમાં ડેબ્યુ કર્યું છે. બાફ્ટા ફિલ્મ એવોર્ડ્સ 2024 માં દીપિકા પાદુકોણે અભિનેતા જોનાથન ગ્લેઝરને 'ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ' માટે 'બેસ્ટ ફિલ્મ નોટ ઇન અંગ્રેજી ભાષા' નો એવોર્ડ આપ્યો છે. દીપિકાએ બાફ્ટા એવોર્ડ્સ 2024 ના રેડ કાર્પેટ પર સૌનું ધ્યાન ખેચ્યું હતું. સ્ટ્રૈપી સ્લીવ્સના મેચિંગ બ્લાઉઝ સાથે સેક્કિનના વર્ક સાથેની ગોલ્ડન અને સિલ્વર કલરની સીમરી સાડી પહેરી હતી.
BAFTA 2024 વિજેતાઓની યાદી :
બેસ્ટ ફિલ્મ : ઓપનહેમર (ક્રિસ્ટોફર નોલન, ચાર્લ્સ રોવેન, એમ્મા થોમસ)
બેસ્ટ લીડિંગ એક્ટ્રેસ : એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)
બેસ્ટ લીડિંગ એક્ટર : સિલિયન મર્ફી (ઓપનહાઈમર)
EE રાઇઝિંગ સ્ટાર એવોર્ડ : મિયા મૈકકેના (બ્રુસ)
બેસ્ટ ડાયરેક્ટર : ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર)
બેસ્ટ મેક અપ એન્ડ હેર : પુઅર થિંગ્સ (નાદિયા સ્ટેસી, માર્ક કુલિયર, જોશ વેસ્ટન)
બેસ્ટ કોસ્ટ્યૂમ એન્ડ ડિઝાઇન : પુઅર થિંગ્સ (હોલી વેડિંગ્ટન)
આઉટસ્ટેન્ડિંગ બ્રિટિશ ફિલ્મ : ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ (જોનાથન ગ્લેઝર, જેમ્સ વિલ્સન)
બેસ્ટ બ્રિટિશ શોર્ટ એનિમેશન : કાર્બ ડે (રોસ સ્ટ્રિંગર, બાર્ટોઝ સ્ટૈનિસ્લાવેક, એલેક્ઝાન્ડ્રા સિકુલક)
બેસ્ટ બ્રિટિશ શોર્ટ ફિલ્મ : જેલીફિશ એન્ડ લોબસ્ટર (યાસ્મીન અફીફી, એલિઝાબેથ રુફાઈ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન : પુઅર થિંગ્સ (શોના હીથ, જેમ્સ પ્રાઇસ, જુસ્જસા મિહાલેક)
બેસ્ટ સાઉન્ડ : ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ (જોની બર્ન, ટાર્ન વિલર્સ)
બેસ્ટ ઓરિજનલ સ્કોર : ઓપનહેઇમર (લુડવિગ ગોરાન્સન)
બેસ્ટ ડોક્યુમેન્ટરી : 20 ડેસ્ ઈન મારિયુપોલ મસ્ટીસ્લાવ ચેર્નોવ, રાને ઈરોનસન રથ, મિશેલ મિજનર
બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી : દા'વાઈન જોય રૈંડોલ્ફ (હોલ્ડઓવર)
બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા : રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેઇમર)
બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે : અમેરિકન ફિક્શન (કોર્ડ જેફરસન)
બેસ્ટ સિનેમેટોગ્રાફી : ઓપનહેમર (હોયતે વૈન હોયટેમા)
બેસ્ટ એડિટિંગ : ઓપનહેમર (જેનિફર લેમ)
બેસ્ટ કાસ્ટિંગ : હોલ્ડઓવર (સુસાન શોપમેકર)
બેસ્ટ ફિલ્મ નોટ ઈન ઇંગ્લિશ લેંગ્વેજ : ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ (જોનાથન ગ્લેઝર, જેમ્સ વિલ્સન)
બ્રિટિશ લેખક, દિગ્દર્શક અથવા નિર્માતાનું આઉટસ્ટેન્ડિંગ ડેબ્યૂ :
અર્થ મામા - સવાના લીફ (લેખક, દિગ્દર્શક, નિર્માતા), શર્લી ઓ'કોનર (નિર્માતા), મેડબ રિઓર્ડન (નિર્માતા)
બેસ્ટ એનિમેટેડ ફિલ્મ : ધ બોય એન્ડ ધ હીરો (હયાઓ મિયાજાકી, તોશિયો સુજૂકી)
બેસ્ટ સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટ : પુઅર થિંગ્સ (સાઈમન હ્યુજેસ)
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે : એનેટોમી ઓફ અ ફોલ (જસ્ટિન ટ્રાયટ, આર્થર હરારી)