મુંબઈ : આજે 4 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે બજારમાં નબળું વલણ નોંધાતા હાલ મુખ્ય સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. BSE Sensex 600 પોઇન્ટથી વધુ ડાઉન ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 200 પોઈન્ટનો કડાકો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં નબળું વલણ નોંધાયું છે. આજે 4 સપ્ટેમ્બર, સોમવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા છે. BSE Sensex ગત 79,724 બંધ સામે 11 પોઇન્ટ ઘટીને 79,713 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,304 બંધ સામે 11 પોઇન્ટ વધીને 24,315 પર ખુલ્યો હતો.
શેરબજાર ગગડયું : સપાટ શરૂઆત બાદ શેરબજારમાં ફરી ઘટાડો નોંધાયો છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 700 પોઈન્ટ તૂટીને 79,000 પોઈન્ટ નજીક સરક્યો હતો. જ્યારે NSE Nifty પણ 250 પોઇન્ટથી વધુ ઘટીને 24,070 પોઈન્ટ નજીકની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.
સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં ટેક મહિન્દ્રા, M&M, HCL ટેક, ઇન્ડસઇન્ડ બેંક અને HUL ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ સન ફાર્મા, રિલાયન્સ, ટાઈટન કંપની, ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.