મુંબઈ: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 296 પોઈન્ટના ઉછાળા સાથે 73,295.50ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.42 ટકાના વધારા સાથે 22,293.60ની સપાટી વટાવી છે.
બજાર ખૂલતાંની સાથે જ LTIMindTree, Tech Mahindra, Wipro ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, સિપ્લા નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
બુધવારનું બજાર: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર વધઘટ સાથે સપાટ બંધ રહ્યું. BSE પર સેન્સેક્સ 61 પોઈન્ટના ઘટાડા સાથે 73,043.02ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.03 ટકાના ઘટાડા સાથે 22,210.20ની સપાટી પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન કોલ ઈન્ડિયા લિમિટેડ, સિપ્લા, બીપીસીએલ, પાવર ગ્રીડ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે આઇશર મોટર્સ, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સમાં ઘટાડા સાથે કારોબાર થયો હતો.
નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે 2 ટકાના વધારા સાથે સેક્ટોરલ ગેઇન્સની આગેવાની લીધી હતી, આ ઉપરાંત નિફ્ટી પીએસયુ બેન્ક અને નિફ્ટી મેટલ અનુક્રમે 1.8 ટકા અને 1.4 ટકાના વધારા સાથે હતા. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેરમાં પણ તેજી નોંધાઈ છે. પ્રમોટર ગ્રૂપે 2.53 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી ત્યાર બાદ સિપ્લામાં 5 ટકાનો વધારો થયો હતો. UBS એ ભારતી એરટેલ પર ન્યુટ્રલ રેટિંગ જાળવી રાખ્યું છે. મેક્વેરીએ શ્રી સિમેન્ટ્સ પર તટસ્થ રેટિંગ જાળવી રાખ્યું છે.