ETV Bharat / business

ભારે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 1254 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,302 પર - stock Market update - STOCK MARKET UPDATE

કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 1254 પોઈન્ટના ઘટાડા સાથે 79,727.22ની સપાટી પર ખુલ્યો છે, NSE પર નિફ્ટી 1.68 ટકાના ઘટાડા સાથે 24,302.85ની સપાટી પર ખુલ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો.stock Market update

ભારે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર
ભારે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર (Canva)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 5, 2024, 9:42 AM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 1254 પોઈન્ટના ઘટાડા સાથે 79,727.22ની સપાટી પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 1.68 ટકાના ઘટાડા સાથે 24,302.85ની સપાટી પર ખુલ્યો છે.

તમામ પ્રાદેશિક સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. નિફ્ટી પર એપોલો હોસ્પિટલ્સ અને સન ફાર્મા ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હિન્દાલ્કો, ટાઇટન કંપની અને ટાટા સ્ટીલ નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

શુક્રવારની શેરબજાર સ્થિતિ

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. BSE પર સેન્સેક્સ 947 પોઈન્ટના ઘટાડા સાથે 80,919.99 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.12 ટકાના ઘટાડા સાથે 24,731.40ની સપાટી પર બંધ થયો હતો. શુક્રવારે ફાર્મા અને હેલ્થકેર સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ લાલ નિશાન પર ટ્રેડ થયા હતા.

મહત્વપૂર્ણ છે કે, વૈશ્વિક વેચાણ પછી ભારતીય શેરબજાર શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. કારણ કે નિરાશાજનક યુએસ ડેટાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સંભવિત મંદીની ચિંતા વ્યક્ત કરી હતી. તમામ 13 મુખ્ય ક્ષેત્રોમાં નુકસાન નોંધવામાં આવ્યું હતું. વ્યાપક, વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડ-કેપ્સમાં 1 ટકાનો ઘટાડો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.