મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 2621 પોઈન્ટના ઉછાળા સાથે 76,583.29ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 3.58 ટકાના વધારા સાથે 23,337.90ની સપાટી પર ખુલ્યો હતો.
છેલ્લા અઠવાડિયા દરમિયાન, ચૂંટણીને લઈને અનિશ્ચિતતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચવાલીને કારણે શેરબજારો દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવ્યા બાદ સોમવારે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોમવારે ભારતીય રૂપિયો 47 પૈસા વધીને 82.99 પ્રતિ ડૉલર પર ખૂલ્યો હતો અને શુક્રવારે 83.46 પર બંધ થયો હતો. ક્રોનોક્સ લેબનો રૂ. 130 કરોડનો આઇપીઓ 3 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 129-136 પ્રતિ શેર હશે અને તે 5 જૂને બંધ થશે. IPOમાં પ્રમોટરો દ્વારા માત્ર 95.7 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે, જેમાં કોઈ નવા ઈશ્યુ ઘટક નથી.