મુંબઈઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 90 પોઈન્ટના ઉછાળા સાથે 81,778.84 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 25,030.80 પર ખુલ્યો હતો. ઈન્ડેક્સમાં લગભગ 1787 શેર વધ્યા, 633 શેર ઘટ્યા અને 128 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર, એલટીઆઈ મીડટ્રી, વીપ્રો, એમએન્ડએમ, ટાટા મોટર્સ, ઈનફોસીસ નફા સાથે (ગ્રીન ઝોનમાં) ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઓએનજીસી, એક્સિસ બેંક, શ્રીરામ ફાઈનાન્સ, ડિવાઈસ લેબ અને એનટીપીસી નુકસાન સાથે (રેડ ઝોનમાં) ટ્રેડ થઈ રહ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટી જે ફક્ત રેકોર્ડ ઊંચાઈથી માત્ર થોડા અંતરથી દૂર હતા તેમાં બુધવારે એટલે કે આજે થોડો ફેરફાર જોવા મળ્યો હતો કારણ કે વેપારીઓએ આ સપ્તાહના અંતમાં મુખ્ય મેક્રોઈકોનોમિક ડેટાની આગળ વધુ નફો-બુકિંગની અપેક્ષા રાખી હતી.
મંગળવારનું બજાર: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. બીએસઈ પર સેન્સેક્સ 13 પોઈન્ટના વધારા સાથે 81,711.76 પર બંધ રહ્યો હતો. અને NSE પર નિફ્ટી 0.02 ટકાના ઘટાડા સાથે 25,006.80 પર બંધ થયો હતો.
ટ્રેડિંગ દરમિયાન, ટાટા ઇન્વેસ્ટમેન્ટ, ટાટા એલ્ક્સી, કેએફઆઇએન ટેક્નોલોજીસ, ઝી એન્ટરટેઇનમેન્ટ નિફ્ટી પર ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ હતા. જ્યારે, મિન્ડા કોર્પોરેશન, સિન્જીન ઈન્ટ, પ્રેસ્ટિજ એસ્ટેટ, એફેલ (ઈન્ડિયા) ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
સેક્ટોરલ મોરચે, મેટલ અને એફએમસીજી સિવાય, અન્ય તમામ સૂચકાંકો લીલામાં ટ્રેડ થયા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.4 ટકાનો વધારો નોંધાયો છે.