મુંબઈ: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર વધઘટ સાથે સપાટ બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 73 પોઈન્ટના ઘટાડા સાથે 81,151.27 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.29 ટકાના ઘટાડા સાથે 24,781.10 પર બંધ થયો હતો.
તમને જણાવી દઈએ કે, આજના ટ્રેડિંગ દરમિયાન HDFC બેન્ક, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, M&M, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સેન્સેક્સ પર ટોચના ગેઇનર્સની લિસ્ટમાં સામેલ હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ટોપ લૂઝરની લિસ્ટમાં સામેલ હતા.
આ દરમિયાન HDFC બેંક, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ, M&M અને આઇશર મોટર્સના શેર્સ નિફ્ટી પર ટોપ ગેનર્સની લિસ્ટમાં સામેલ હતા. જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, બીપીસીએલ, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ફિનસર્વના શેર ટોપ લૂઝરની લિસ્ટમાં સામેલ હતા.
- BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1 ટકાનો ઘટાડો થયો છે.
- ઓટો સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં ટ્રેડ થયા હતા, જેમાં એફએમસીજી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને મીડિયા પ્રત્યેક 1-2 ટકાનો ઘટાડો થયો હતો.
- ભારતીય રૂપિયો સોમવારે પ્રતિ ડૉલર 84.06 ના સ્તરે સ્થિર અને શુક્રવારે 84.07 પર બંધ થયો હતો.
આજના સોનાચાંદીના ભાવ: અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ચાંદી આજે 1,00,000 ને પાર કરી ગઈ છે. આમ, ચાંદીનો કિલોનો ભાવ રૂપિયા 1,02,500 થયો છે. આ દરમિયાન 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 75,660 રૂપિયા થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 69,660 રૂપિયા થયો છે.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસનું ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 81,574.79 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.26 ટકાના વધારા સાથે 24,919.80 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: