મુંબઈઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 398 પોઈન્ટના ઘટાડા સાથે 81,523.13 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.49 ટકાના ઘટાડા સાથે 24,918.45 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન બજાજ ઓટો, એસિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, શ્રી રામ ફાઈનાન્સ અને બ્રિટાનીયા નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટાટા મોટર્સ, ઓએનજીસી, વીપ્રો, એલ એન્ડ ટી અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
- FMCG સિવાય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો.
- એનર્જી, પીએસયુ બેન્કો, રિયલ્ટી અને ઓટોમોબાઈલને સૌથી વધુ અસર થઈ હતી, જે 1-2 ટકા ઘટ્યા હતા, જ્યારે બેન્ક, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફાર્મા 0.1-0.6 ટકા ઘટ્યા હતા.
બુધવારે, સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, નકારાત્મક ક્ષેત્રમાં સરકી ગયા હતા. રોકાણકારો મહત્વના યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે જે ફેડરલ રિઝર્વના આગામી દરના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 6 પોઈન્ટના વધારા સાથે 81,928.12 પર ખુલ્યો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 25,075.85 પર ખુલ્યો હતો.