મુંબઈ: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 558 પોઈન્ટના ઉછાળા સાથે 72,377.10 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.70 ટકાના વધારા સાથે 22,038.10 પર ખુલ્યો હતો.
માર્કેટ ઓપનિંગ સાથે, ONGC, M&M, BPCL, HUL, Tata Steel નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે હિન્ડાલ્કો, L&T, પાવર ગ્રીડ કોર્પ, એક્સિસ બેંક અને અપોલો હોસ્પિટલ્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
નોવેલિસ ઇન્ક એ બજારની સ્થિતિને કારણે તેની પ્રારંભિક જાહેર ભરણું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. નોવેલિસ ભાવિ તકોના સમયનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. આ સમાચારને કારણે હિન્ડાલ્કોના શેર 5 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
મંગળવારનું બજાર: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું . BSE પર સેન્સેક્સ 4,389 પોઈન્ટના ઘટાડા સાથે 72,079.05 પર બંધ રહ્યો હતો. જ્યોરે NSE પર નિફ્ટી 5.93 ટકાના ઘટાડા સાથે 21,884.50 પર બંધ થયો હતો. નિફ્ટીમાં HUL, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા, નેસ્લે અને ડિવિસ લેબ્સ સૌથી વધુ નફાકારક હતા, જ્યારે અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, ONGC, કોલ ઇન્ડિયા અને SBI સૌથી વધુ ઘટ્યા હતા. મેટલ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ બેંક 10 ટકાથી વધુ ઘટવા સાથે તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા.