મુંબઈઃ ભારતીય શેરબજારમાં ચૂંટણી પરિણામની અસર ખુબ જ માઠી દેખાય રહી છે. ભારતીય શેરબજાર કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 3,900 પોઈન્ટના ઘટાડા સાથે 72,562.93 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 5.93 ટકાના ઘટાડા સાથે 21,884.50 પર બંધ થયો હતો.
નિફ્ટીમાં HUL, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા, નેસ્લે, TCS, એસિયન પેઈન્ટ્સ અને ડિવિસ લેબ્સ સૌથી વધુ નફાકારક રહ્યા હતા, જ્યારે અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, ONGC, કોલ ઇન્ડિયા અને SBI સૌથી વધુ ઘટ્યા હતા. મેટલ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને પીએસયુ બેંક 10 ટકાથી વધુના ઘટાડા સાથે તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા.
- BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 7 ટકાનો ઘટાડો થયો છે.
- ફેબ્રુઆરી 2022 પછી નિફ્ટીમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો.
- નિફ્ટી PSU બેન્ક 17 ટકાથી વધુ ગબળ્યો.
- વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 40 ટકાથી વધુ વધ્યો છે.
- અદાણીના શેરમાં 11 ટકાનો ઘટાડો થયો હતો.
- ચૂંટણી પરિણામો પર અનિશ્ચિતતાને કારણે 10-વર્ષની ઉપજમાં 8 મહિનામાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.
- રેલવેના શેરમાં 13 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
ડે ટ્રેડિંગ: ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં કારોબાર થયો હતો. આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. ત્યારે BSE પર સેન્સેક્સ 4485 પોઈન્ટના ઘટાડા સાથે 71,806.63 પર ટ્રેડ થયો હતો. અને નિફ્ટી 6.13 ટકાના ઘટાડા સાથે 21,838.85 પર ટ્રેડ થયો હતો.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 1319 પોઈન્ટના ઘટાડા સાથે 75,149.45 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 2.21 ટકાના ઘટાડા સાથે 22,749.30 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલતાની સાથે જ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા.