મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર લાલ રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 71 પોઈન્ટના ઘટાડા સાથે 82,890.94 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.11 ટકાના ઘટાડા સાથે 25,361.40 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બેન્ક નિફ્ટીમાં ટોચના ગેઇનર્સમાં હતા. જ્યારે આઇટીસી, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઇફ, એનટીપીસી, એસબીઆઇ લાઇફ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
- BSE મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો છે.
- એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ સિવાય અન્ય તમામ સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા.
- મેટલ, રિયલ્ટી અને PSU બેન્ક 1-1 ટકા વધ્યા હતા.
છેલ્લા સત્રમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો અને ઘટાડા વચ્ચે વધઘટ જોવા મળી હતી. ટ્રેડર્સે બજાર વર્તમાન સ્તરની આસપાસ સ્થિર રહેવાની અપેક્ષા રાખી હતી. નિફ્ટી પીએસયુ બેન્ક 1 ટકાથી વધુ અને મેટલ 1 ટકા વધ્યો હતો, જે અગાઉના સત્રમાં લગભગ 3 ટકા વધ્યો હતો.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 98 પોઈન્ટના ઘટાડા સાથે 82,864.35 પર ખુલ્યો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.28 ટકાના વધારા સાથે 25,458.75 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો