મુંબઇ : મુુંબઇ શેરબજારમાં બજાર ખુલતાં નરમ વલણ જોવા મળ્યું છે. સ્ટોક માર્કેટ લાઈવ અપડેટ્સની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે ખુલ્યાં છે. લગભગ 40 પોઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી અને સેન્સેક્સમાં 94 પોઈન્ટનો ઘટાડો શેરબજાર ઓપન થતાં જોવા મળ્યો છે. ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 157 પોઈન્ટના ઘટાડા સાથે 72,550 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.15 ટકાના ઘટાડા સાથે 22,088 પર ખુલ્યો હતો.
શેરબજારમાં શરુઆતી વલણ : કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 157 પોઈન્ટના ઘટાડા સાથે 72,550 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.15 ટકાના ઘટાડા સાથે 22,088 પર ખુલ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ પાવર ગ્રીડ કોર્પ, કોટક મહિન્દ્રા બેંક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈમિન્ડટ્રી અને ઓએનજીસી નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, બજાજ ઓટો, એમએન્ડએમ અને એચડીએફસી લાઈફ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 83.01 પર ખુલ્યો હતો. GIFT નિફ્ટી પરના વલણોએ ભારતમાં 11 પોઈન્ટ અથવા 0.05 ટકાના ઘટાડા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સપાટ શરૂઆતનો સંકેત આપ્યો છે. સેન્સેક્સ, નિફ્ટી પ્રી-ઓપનિંગમાં ફ્લેટ ટ્રેડ થયા હતા
સપાટ ટ્રેડિંગ : બજારની શરૂઆતમાં ક્ષેત્રીય સૂચકાંકોએ મિશ્ર વલણ દર્શાવ્યું હતું. FFCG અને ફાર્મા ઇન્ડેક્સ માર્કેટ ઓપનરમાં સપાટ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. મેટલ ઇન્ડેક્સમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સ, પીએસયુ બેંક ઈન્ડેક્સ સપાટ ટ્રેડિંગ કરતા દેખાયા હતા
20 ફેબ્રુઆરીએ બજારો મામૂલી ઘટાડા સાથે ખુલતા જોવા મળ્યા હતા. જ્યારે બજાર ખુલ્યું ત્યારે શરૂઆતમાં નિફ્ટીમાં લગભગ 40 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં 94 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પીએસયુ ઇન્ડેક્સ મજબૂત દેખાતો હતો જ્યારે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સપાટ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સ સપાટ ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
સોમવારે શેરબજાર ગ્રીન ઝોનમાં રહ્યું ગઇકાલે ભારતીય શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે લીલા નિશાન પર બંધ થયાં હતાં.. BSE પર સેન્સેક્સ 280 પોઈન્ટના ઉછાળા સાથે 72,693 પર બંધ રહ્યો હતો અને NSE પર નિફ્ટી 0.34 ટકાના વધારા સાથે 22,116 પર બંધ થયો હતો. બપોરે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો અને તે સમયે તમામ સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં અને નિફ્ટી 22,167 સુધી પહોંચી ગયો હતો. જ્યારે બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, વિપ્રો, એસબીઆઈ લાઈફ 52 સપ્તાહની ટોચે પહોંચી હતી. કેપિટલ ગુડ્સ, રિયલ્ટી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો એફએમસીજી અને પાવર 1 ટકાના વધારા સાથે લીલા રંગમાં બંધ થઇ ટ્રેડિંગ દરમિયાન HDFC બેન્ક, NHPC, RVNL સૌથી વધુ સક્રિય શેરોમાં હતાં.