મુંબઈઃ ભારતીય શેરબજાર આજે 5મી માર્ચના રોજ રેડઝોનમાં બંધ થયું. સતત 4 દિવસથી ચાલતી તેજીનો સીલસીલો આજે અટકી ગયો. સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટીને 73,677 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 49.30 પોઈન્ટ ઘટીને 22,356 પર બંધ થયો.
58,000 કરોડ ધોવાયાઃ આજે શેરબજાર ઘટાડામાં બંધ રહેવાને પરિણામે રોકાણકારોના અંદાજિત 58,000 કરોડ રુપિયા ધોવાઈ ગયા છે. આજે બજારમાં આઈટી અને એફએમસીજી સેક્ટરમાં ધોવાણ જોવા મળ્યું. જ્યારે ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરમાં તેજીનું રુખ જોવા મળ્યું.
ટોપ ગેનર અને ટોપ લુઝર શેરઃ આજે શેરબજારમાં ટાટા મોટર્સ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, સન ફાર્મા અને એનટીપીસી ટોપ ગેનર શેર તરીકે નોંધાયા હતા. જ્યારે ટોપ લુઝર શેરમાં બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા, ઈંફોસિસ, ટીસીએસ ટોપ લુઝર શેર તરીકે નોંધાયા હતા.
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 73,736 પર
ખુલ્યો. તે જ સમયે, NAC પર નિફ્ટી 0.13 ટકાના ઘટાડા સાથે 22,376 પર ખુલ્યો હતો.સેક્ટોરલ મોરચે, મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં ઓટો ઈન્ડેક્સ 1 ટકા અને ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી 0.5 ટકા વધ્યા હતા, જ્યારે આઈટી અને એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા હતા. જેને પરિણામે ભારતીય શેરબજાર આજે 5મી માર્ચના રોજ રેડઝોનમાં બંધ થયું. સતત 4 દિવસથી ચાલતી તેજીનો સીલસીલો આજે અટકી ગયો. સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટીને 73,677 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 49.30 પોઈન્ટ ઘટીને 22,356 પર બંધ થયો.