મુંબઈ : આજે 25 જાન્યુઆરી, ગુરુવાર માસિક એક્સ્પાયરીના દિવસે શેરબજારની ઉતાર ચઢાવ વચ્ચે શરૂઆત થઈ છે. ભારતીય શેરબજાર સપાટ ખુલ્યા બાદ શરુઆતી કારોબારમાં ગગડ્યું છે. મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા બાદ અચાનક ઘટવા લાગ્યા હતા. નોંધનીય છે કે, બજેટ જાહેર થવા સુધી આવો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.
ભારતીય શેરબજાર : આજે 25 જાન્યુઆરી, ગુરુવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા હતા. BSE Sensex ગતરોજના 71,060 બંધ સામે 38 પોઈન્ટ ઘટીને 71,022 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,454 ની સામે આજે 21,455 ના મથાળે સપાટ ખુલ્યો હતો.
બજારના મહત્વપૂર્ણ ટ્રિગર : અમેરિકન બજારમાં સતત બીજા દિવસે મિશ્ર કારોબાર વચ્ચે DOW ફરી 100 પોઈન્ટ ગગડ્યો છે. S&P 500 સતત ચોથા દિવસે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. જ્યારે રસેલ 2000 0.75% ઘટ્યો હતો. Netflix 10% ઉપર ચડ્યો સાથે જ નાસ્ડેક નવી હાઈ પર બંધ રહ્યો હતો.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ : ક્રૂડ ઓઈલ સપાટ કારોબાર કરી રહ્યું છે. જ્યારે સોનું એક સપ્તાહના નીચા સ્તરે છે. મેટલમાં સતત બીજા દિવસે જોરદાર એક્શન નોંધાયું હતું. કોપર અને ઝીંક 3 સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યા છે. જ્યારે મોટાભાગની એગ્રીકોમોડિટીમાં બાઉન્સબેક છે.