ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારમાં તેજીનું વલણ, મુખ્ય સૂચકાંક ઊંચા મથાળે ગ્રીન ઝોનમાં ખુલ્યા

આજે 23 જાન્યુઆરી, મંગળવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 445 અને 145 પોઈન્ટના વધારા સાથે ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે. શેરબજારના IT, ફાર્મા અને બેન્કિંગ સેક્ટરમાં લેવાલી નોંધાઈ રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 10:05 AM IST

મુંબઈ : 23 જાન્યુઆરી, મંગળવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સહિત Nifty IT તથા Bank પણ વધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. BSE Sensex 445 પોઈન્ટના વધારા સાથે 71,868 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ 145 પોઇન્ટ વધીને 21,717 ના મથાળે ખુલ્યો હતો. શેરબજારના IT, ફાર્મા અને બેંકિંગ સેક્ટરમાં લેવાલી નોંધાઈ રહી છે. જ્યારે મીડિયા સેક્ટરમાં જોરદાર વેચવાલી છે.

ભારતીય શેરબજાર : આજે 23 જાન્યુઆરી, મંગળવારના રોજ BSE Sensex અગાઉના 71,423 ના બંધ સામે 445 પોઈન્ટના વધારા સાથે 71,868 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty અગાઉના 21,572 ના બંધની સામે 145 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,717 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.

IPO Update : નોવા એગ્રીટેકનો (Nova AgriTech IPO) IPO રોકાણકારો માટે ઉપલબ્ધ છે. આજથી ખુલનાર નોવા એગ્રીટેકનો IPO આગામી 25 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. જેમાં શેર દીઠ પ્રાઇસ બેન્ડ રુ.39 થી 41 નક્કી કરાઈ છે. જ્યારે 365 શેરની લોટ સાઈઝ છે.

ગ્લોબલ શેરમાર્કેટ : અમેરિકી બજારોમાં સતત ત્રણ દિવસથી તેજી નોંધાઈ રહી છે. DOW અને S&P 500 રેકોર્ડ બ્રેકિંગ તેજી નોંધાવી છે. DOW 140 પોઈન્ટ ઉછળીને પ્રથમવાર 38,000 ને પાર થયો છે. રસલ 2000 2% ઉછળ્યો છે, જ્યારે સ્મોલકોપ્સમાં ભારે એક્શન જોવા મળ્યું હતું. પરિણામોના આધારે ઘણા શેરો ઉપર ચડ્યા હતા. ઉપરાંત IT સેક્ટરમાં મજબૂત વલણ યથાવત છે. આજે બજાર બંધ થયા બાદ Netflix પરિણામો આવશે.

વૈશ્વિક કોમોડિટી બજાર : ડોલર ઇન્ડેક્સ 103 પર યથાવત રહ્યો છે. જ્યારે છેલ્લા સત્રમાં ક્રૂડ ઓઇલમાં લગભગ 2%નો વધારો નોંધાયો છે. રશિયા-યુક્રેન વિવાદ તથા મધ્ય પૂર્વ તણાવની બજાર પર અસર જોવા મળી રહી છે. સુસ્ત વલણ સાથે સોનું 2020 ડોલરની નજીક રહ્યું છે. જ્યારે ચાંદી પાછલા 2.5 મહિનાની નીચી સપાટીએ છે. ઉપરાંત કોપર સહિત તમામ બેઝ મેટલમાં પણ સુસ્ત વલણ નોંધાયું છે.

  1. ફોરેન એક્સચેન્જ રિઝર્વ $1.63 બિલિયન વધીને $618.94 બિલિયન પર પહોંચી ગયું
  2. Apple IPhone 7 વપરાશકર્તાઓને $35 મિલિયન ચૂકવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.