ETV Bharat / business

મજબૂત શરૂઆત બાદ બજાર ગગડ્યું : Sensex 450 પોઇન્ટ અને Nifty 200 પોઈન્ટ તૂટ્યો - Stock market update - STOCK MARKET UPDATE

આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં ખુલ્યું, જોકે શરુઆતી કારોબારમાં નબળા વલણ સાથે બજારમાં કડાકો નોંધાયો હતો. BSE Sensex 450 પોઇન્ટ ડાઉન ટ્રેડ કરી રહ્યો છે.

મજબૂત શરૂઆત બાદ બજાર ગગડ્યું
મજબૂત શરૂઆત બાદ બજાર ગગડ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 11:32 AM IST

મુંબઈ : આજે 7 ઓક્ટોબર, સોમવારના રોજ ભારતીય શેરબજારની સારી શરૂઆત થઈ છે. જોકે બજારમાં નબળું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. BSE Sensex 450 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 200 પોઇન્ટ ઘટીને 24,800 પોઈન્ટ નજીક પહોંચ્યો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે એક્શન નોંધાયું છે. આજે 7 ઓક્ટોબર, સોમવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 81,688 બંધ સામે 238 પોઇન્ટ વધીને 81,926 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 25,014 બંધ સામે 70 પોઇન્ટ વધીને 25,084 પર ખુલ્યો હતો.

શેરબજાર ગગડયું : મજબૂત શરૂઆત બાદ શેરબજારમાં જોરદાર એક્શન નોંધાયું છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 450 પોઈન્ટ તૂટીને 81,217 પોઈન્ટ સુધી નીચે ગયો હતો. જ્યારે NSE Nifty પણ 200 પોઇન્ટ ઘટીને 24,800 પોઈન્ટ નજીકની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં કોટક મહિન્દ્રા, ICICI બેંક, ITC, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ NTPC, ટાઈટન કંપની, પાવર ગ્રીડ કોર્પો, JSW સ્ટીલ અને SBI ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

  1. નવી સ્કીમ ! ઘરમાં રાખેલું સોનું અપાવશે 50 લાખની લોન
  2. પ્રથમવાર ભારત વિદેશી મુદ્રા ભંડાર 700 બિલિયન ડોલર પાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.