મુંબઈ : આજે 16 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. દિવસ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 376 અને 130 પોઈન્ટના વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બજારમાં સૌથી વધુ તેજી ઓટો, IT અને રિયલ્ટી સેક્ટરમાં નોંધાઈ હતી. નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં છે. જ્યારે નિફ્ટી ઓટો 2 ટકાથી વધુ ઉછળ્યો હતો.
BSE Sensex : આજે 16 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 72,050 બંધની સામે 356 પોઈન્ટ વધીને 72,406 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે સેન્સેક્સ 72,210 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે યુરોપિયન બજાર ખુલતાની સાથે ભારતીય શેરબાજરના સેન્ટીમેન્ટ પર અસર થઈ હતી અને સેન્સેક્સ 72,545 ની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 376 પોઈન્ટ વધીને 72,426 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.52 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 130 પોઈન્ટના (0.59%) વધારા સાથે 22,041 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 110 પોઈન્ટના વધારા સાથે 22,020 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે NSE Nifty 22,068 પોઈન્ટની ડે હાઈ બનાવી તથા સતત વેચવાલીને પગલે ગગડીને 21,969 સુધી ડાઉન ગયો હતો.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં વિપ્રો (4.79%), એમ એન્ડ એમ (3.96%), લાર્સન (2.68%), ટાટા મોટર્સ (2.02%) અને મારુતિ સુઝુકીનો (1.93%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં પાવર ગ્રીડ કોર્પો (-2.36%), SBI (-0.90%), રિલાયન્સ (-0.70%), એનટીપીસી (-0.59%) અને એક્સિસ બેંકનો (-0.31%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1294 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 852 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, રિલાયન્સ, M&M અને લાર્સનના સ્ટોક રહ્યા હતા.