ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી, મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં બંધ

આજે ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળ્યું છે. શેરબજારના મુખ્ય સૂચકાંક નબળી શરૂઆત સાથે રેડ ઝોનમાં ખુલ્યા હતા. નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને BSE Sensex અને NSE Nifty અનુક્રમે 690 અને 215 પોઈન્ટ વધીને ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 4:51 PM IST

મુંબઈ : ચાલુ સપ્તાહ દરમિયાન શેરમાર્કેટમાં રોકાણકારોને ભારે તડકો-છાંયો જોવા મળ્યો છે. આજે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યા બાદ નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 690 પોઈન્ટ વધીને 71,060 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 215 પોઇન્ટ વધીને 21,454 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે.

BSE Sensex : આજે 24 જાન્યુઆરી બુધવારના રોજ BSE Sensex ગતરોજના 70,370 બંધ સામે 205 પોઈન્ટ ડાઉન 70,165 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 70,001 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે 1150 પોઈન્ટની રિકવરી સાથે 71,150 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 690 પોઇન્ટ વધારો નોંધાવી 71,060 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 215 પોઇન્ટ વધીને 21,454 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 54 પોઇન્ટ ઘટીને 21,185 પોઈન્ટ પર ડાઉન ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 21,137 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 345 પોઈન્ટની રિકવરી નોંધાવીને 21,482 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 21,239 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા સ્ટીલ (3.88%), પાવર ગ્રીડ કોર્પો (3.49%), HCL ટેક (3.44%), ઇન્ડસઇન્ડ બેંક (3.23%) અને ટેક મહિન્દ્રાનો (3.09%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં ICICI બેંક (-2.94%), એક્સિસ બેંક (-2.77%), એશિયન પેઇન્ટ્સ (-1.91%), ટીસીએસ (-0.36%) અને બજાજ ફાયનાન્સ (-0.17%)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1541 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 596 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસીસ, ICICI બેંક અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Update : ભારતીય શેરબજારમાં રિકવરીનું વલણ, BSE Sensex 900 પોઈન્ટ ઉંચકાયો
  2. Stock Market Update : ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું, અનપેક્ષિત ટ્રેડિંગ મોંઘુ પડ્યું ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.