નવી દિલ્હી : GST કાઉન્સિલ ઈ-કોમર્સ ઓપરેટરના ફૂડ ડિલિવરી ચાર્જ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા પર વિચાર કરી રહી છે. CNBC-TV18 એ 16 ડિસેમ્બરના રોજ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, જો તેને નાણામંત્રીની આગેવાની હેઠળની કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો સંશોધિત કર દર 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવી શકે છે.
ફૂડ ડિલિવરી ચાર્જ પર GST ઘટશે : સૂત્રોએ ચેનલને જણાવ્યું કે, જે ફિટમેન્ટ કમિટીના સૂચન મુજબ ટેક્સ કટ 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવી શકે છે, તે ડિલિવરી પ્લેટફોર્મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાથી રોકશે. ઈ-કોમર્સ કંપનીઓએ કેન્દ્રને ડિલિવરી ચાર્જ ઘટાડવાની વિનંતી કરી હતી. જેથી કરીને તેમને રેસ્ટોરન્ટ સેવાઓની સમકક્ષ લાવી શકાય.
ઝોમેટોને ટેક્સ વિભાગની નોટિસ : ટેક્સ સત્તાવાળાઓ દ્વારા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મની વધેલી ચકાસણી વચ્ચે આ પગલું તાજેતરમાં આવ્યું છે, ટેક્સ વિભાગે 2019 થી 2022 ના સમયગાળા દરમિયાન અમુક ટેક્સની ચુકવણી ન કરવા બદલ ઝોમેટોને રૂ. 803.4 કરોડનો ટેક્સ અને દંડ ફટકાર્યો છે. ઝોમેટોએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ડિલિવરી ચાર્જ પર વ્યાજ અને દંડ સહિત GSTની ચૂકવણી ન કરવાના સંબંધમાં આ માંગનો આદેશ મળ્યો છે.