મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 482 અને 127 પોઈન્ટ અપ બંધ થયા છે.
BSE Sensex : આજે 13 ફેબ્રુઆરી, મંગળવારના રોજ BSE Sensex ગત 71,072 બંધની સામે 220 પોઈન્ટ વધીને 71,292 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 70,924 પોઈન્ટ સુધી ડાઉન અને 71,662 ની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 482 પોઈન્ટ વધીને 71,555 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.59 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના NSE Nifty ઈનડેક્સ 21,664 પોઈન્ટના ઓપનીંગ સામે ટ્રેડિંગ સેશનના અંતે 127 પોઈન્ટના વધારા બાદ 21,743 ના મથાળે બંધ થયો હતો. જે 0.59 ટકાનો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ભારે એક્શન વચ્ચે NSE Nifty 21,543 પોઈન્ટ સુધી ડાઉન અને 21,766 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે, દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો. ગતરોજ NSE Nifty 21,616 ના મથાળે બંધ રહ્યો હતો.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ICICI બેંક (2.67%), એક્સિસ બેંક (2.56%), એનટીપીસી (2.02%), કોટક મહિન્દ્રા (1.58%) અને ઇન્ડસઇન્ડ બેંકનો (1.48%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એમ એન્ડ એમ (-1.62%), ટાટા મોટર્સ (-1.08%), અલ્ટ્રાટેક સિમેન્ટ (-0.86%), પાવર ગ્રીડ કોર્પો (-0.44%) અને ભારતી એરટેલનો (-0.35%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1025 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1132 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, રિલાયન્સ, SBI અને આઇટીસીના સ્ટોક રહ્યા હતા.