મુંબઈ : ભારતીય શેરબજાર આજે મજબૂત વલણ સાથે ખુલ્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે રેડ ઝોનમાં બંધ થયું હતું. ભારતીય શેરમાર્કેટ શરુઆતી કારોબારમાં સતત ઉપર ચડ્યા બાદ અચાનક ગગડ્યું હતું જોવા મળ્યું છે. આજે બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 188 અને 38 પોઇન્ટ ડાઉન રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
BSE Sensex : આજે 30 એપ્રિલ, મંગળવારના રોજ BSE Sensex ગત 74,671 બંધની સામે 129 પોઈન્ટ વધીને 74,800 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 75,111 ની ડે હાઈ બનાવ્યા બાદ સતત ગગડતો રહીને 74,482 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. BSE Sensex સતત વેચવાલીને પગલે નીચે રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 188 પોઈન્ટ ઘટીને 74,482 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.25 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 38 પોઈન્ટ (0.17%) ઘટીને 22,604 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગત 22,643 બંધ સામે આજે 36 પોઈન્ટ વધીને 22,679 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 22,783 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ Nifty સતત ગગડતો રહીને 22,568 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો.
ટોપ ગેઈનર શેર : આજે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં M&M (4.84%), પાવર ગ્રીડ કોર્પો (3.12%), ઇન્ડસઇન્ડ બેંક (2.80%), એક્સિસ બેંક (1.90%) અને બજાજ ફિનસર્વનો (1.69%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં ટેક મહિન્દ્રા (-2.08%), JSW સ્ટીલ (-1.50%), ટાટા સ્ટીલ (-1.46%), HCL ટેક (-1.41%) અને સન ફાર્માનો (-1.29%) સમાવેશ થાય છે.