ETV Bharat / business

ભારતીય શેરબજારમાં નીચલા સ્તરથી શાનદાર રિકવરી, એપ્રિલ સિરીઝનું શાનદાર ક્લોઝીંગ, Sensex 486 પોઈન્ટ ઉછળ્યો - share market update - SHARE MARKET UPDATE

આજે ભારે એક્શન બાદ શાનદાર રિકવરી નોંધાવીને ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. આ સાથે જ સતત પાંચમા દિવસે તેજી નોંધાઈ છે. શેરબજારના મુખ્ય સૂચકાંક નબળી શરૂઆત સાથે રેડ ઝોનમાં ખુલ્યા હતા. નીચલા સ્તરેથી શાનદાર રિકવરી નોંધાવીને BSE Sensex અને NSE Nifty અનુક્રમે 486 અને 167 પોઈન્ટ વધીને ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

ભારતીય શેરબજારમાં નીચલા સ્તરથી શાનદાર રિકવરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 10:10 AM IST

Updated : Apr 25, 2024, 4:54 PM IST

મુંબઈ : ભારતીય શેરમાર્કેટમાં સતત પાંચમા દિવસે તેજી નોંધાઈ છે. આજે 25 એપ્રિલ, ગુરુવારના રોજ મંથલી એક્સપાઈરીના દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. જોકે ત્યારબાદ નીચલા સ્તરથી શાનદાર રિકવરી નોંધાવીને બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE Sensex 486 પોઈન્ટ વધીને 74,339 ના મથાળે બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 167 પોઇન્ટ વધીને 22,570 પર બંધ થયો હતો.

BSE Sensex : આજે 25 એપ્રિલ, ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 73,852 બંધ સામે 280 પોઈન્ટ ડાઉન 73,572 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 73,556 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ લેવાલીના પગલે તગડી રિકવરી સાથે 74,571 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 486 પોઇન્ટ ઉછળીને 74,339 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty લગભગ 167 પોઇન્ટ વધીને 22,570 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 86 પોઇન્ટ ઘટીને 22,316 પોઈન્ટ પર ડાઉન ખુલ્યો હતો. શરૂઆતમાં ઈન્ડેક્સ 22,305 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ ટ્રેડિંગ સેશનના અંતે 22,625 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 22,402 ના મથાળે બંધ રહ્યો હતો.

કોણ કેટલું પાણીમાં : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં એક્સિસ બેંક (5.98%), SBI (5.19%), JSW સ્ટીલ (2.61%), નેસ્લે (2.39%) અને સન ફાર્માનો (2.30%) સમાવેશ થાય છે. જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં કોટક મહિન્દ્રા (-10.85%), HUL (-1.25%), ટાઈટન કંપની (-1.05%), બજાજ ફાઇનાન્સ (-0.51%) અને મારુતિ સુઝુકીનો (-0.29%) સમાવેશ થાય છે.

કોટક બેંકના સ્ટોકમાં કડાકો : RBI દ્વારા કોટક બેંક પર કેટલીક રોક લગાવતા આજે તેના સ્ટોક 11 ટકા ઘટ્યા હતા, જ્યારે મજબૂત પરિણામોને કારણે એક્સિસ બેંક 6 ટકા ઉછળ્યો હતો.

Audi કારની કિંમતમાં વધારો : જર્મન લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની ઓડીએ (Audi) તેના તમામ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો 1 જૂન, 2024થી લાગુ થશે, એટલે કે જો તમે કોઈપણ ઓડી કાર ખરીદો છો તો તમારે 2 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે.

IPO Updates : JNK ઈન્ડિયાનો (JNK India) IPO ભરવાનો આજે છેલ્લો દિવસ છે. JNK India IPO સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અનુસાર અત્યાર સુધીમાં JNK ઈન્ડિયાનો IPO 1.8x ભરાયો છે. તેની શેર દીઠ પ્રાઇસ બેન્ડ રુપિયા 395-415 છે, જ્યારે લોટ સાઈઝ 36 શેર છે.

  1. પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું ભારતીય શેરબજાર, મેટલ અને ફાર્મા સેક્ટરનું દબાણ - Stock Market Update
  2. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વાર્ષિક એક લાખ કરોડનો નફો કરનારી પ્રથમ કંપની, શેરદીઠ રૂપિયા 10 ડિવિડંડની જાહેરાત

Last Updated : Apr 25, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.