મુંબઈ : કારોબારી સપ્તાહની ધમાકેદાર શરૂઆત બાદ સતત ચોથા દિવસે પણ બજારમાં તેજી નોંધાઈ છે. આજે 24 એપ્રિલ, બુધવારના રોજ ભારતીય શેરમાર્કેટના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. BSE Sensex 114 પોઈન્ટના ઉછાળા સાથે 73,852 ના મથાળે બંધ થયો હતો. બીજી તરફ NSE Nifty પણ 34 પોઇન્ટ વધીને 22,402 પર બંધ થયો હતો. બજારમાં સૌથી વધુ લેવાલી મેટલ અને હેલ્થકેર સેક્ટરમાં રહી. જ્યારે IT અને મીડિયા શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
BSE Sensex : આજે BSE Sensex ગત 73,738 બંધ સામે 219 પોઇન્ટ ઉછળીને 73,957 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તેજીના વલણ સાથે BSE Sensex 74,121 ડે હાઈ બનાવી તથા 73,788 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ઉંચા મથાળેથી ગગડીને ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 114 પોઇન્ટ ઉછળીને 73,852 ના મથાળે બંધ થયો હતો, જે 0.16 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 34 પોઈન્ટ વધીને 22,402 ના મથાળે બંધ થયો હતો, જે 0.15 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 53 પોઈન્ટ વધીને 22,421 ના મથાળે ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 22,476 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. બાદમાં વેચવાલી નીકળતા 22,384 સુધી ડાઉન ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 22,368 ના મથાળે બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં JSW સ્ટીલ (3.40%), ટાટા સ્ટીલ (2.48%), પાવર ગ્રીડ કોર્પો (2.02%), કોટક મહિન્દ્રા (1.64%) અને NTPC નો (1.37%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં ટેક મહિન્દ્રા (-1.17%), TCS (-1.04%), રિલાયન્સ (-0.61%), ટાઈટન કંપની (-0.54%) અને ઇન્ફોસિસનો (-0.53%) સમાવેશ થાય છે.
વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેત : BSE મિડકેપ અને BSE સ્મોલકેપમાં 0.9 ટકા સુધીનો વધારો થતાં વ્યાપક બજારે બેન્ચમાર્ક કરતાં વધુ પ્રદર્શન કર્યું છે. નોમુરા, મોર્ગન સ્ટેનલીએ આજે Q4 પરિણામો પછી ICICI પ્રૂનો રેટિંગ ડાઉન કર્યો છે, જ્યારે ટાટા કન્ઝ્યુમર પણ 4 ટકાથી વધુ ગગડ્યો છે. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે તેજી આવી છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતો અને આ સપ્તાહે મુખ્ય નિફ્ટી 50 કમાણીની આગળ સતત ચોથા દિવસે તેજી યથાવત્ રહી છે.