ETV Bharat / business

પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું ભારતીય શેરબજાર, મેટલ અને ફાર્મા સેક્ટરનું દબાણ - Stock market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 10:01 AM IST

Updated : Apr 23, 2024, 4:38 PM IST

આજે 23 એપ્રિલ, મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો નોંધાયો છે. સારા વૈશ્વિક સંકેતોથી બજારને સપોર્ટ મળ્યો. પરંતુ ટ્રેડિંગ સેશનના અંતે મેટલ અને ફાર્મા સેક્ટરના દબાણને કારણે બજાર દિવસના નીચા સ્તરે બંધ થયા હતા. સેન્સેક્સ 89 પોઈન્ટ વધીને 73,738 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 31 પોઈન્ટના ઉછાળા સાથે 22,368 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત
ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત

મુંબઈ : આજે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત બાદ અંતે ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. આજે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 89 અને 31 પોઇન્ટ વધીને ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 23 એપ્રિલ, મંગળવારના રોજ BSE Sensex ગત 73,648 બંધ સામે 400 પોઈન્ટના વધારા સાથે 74,048 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 73,688 પોઈન્ટ ડાઉન અને 74,059 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 89 પોઈન્ટ સુધારા સાથે 73,738 ના મથાળે ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો. જે 0.12 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 31 પોઈન્ટ વધીને 22,368 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગત 22,336 બંધ સામે આજે 111 પોઈન્ટ વધીને 22,447 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 22,349 પોઈન્ટ સુધી ડાઉન અને 22,447 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ભારતી એરટેલ (3.00%), નેસ્લે (1.74%), મારુતિ સુઝુકી (1.58%), HCL ટેક (1.37%) અને ટાટા મોટર્સનો (1.20%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં સન ફાર્મા (-3.87%), રિલાયન્સ (-1.31%), M&M (-1.24%), ટેક મહિન્દ્રા (-0.63%) અને HDFC બેંકનો (-0.42%) સમાવેશ થાય છે.

  1. પૈસા તૈયાર રાખો, ટાટા ગ્રુપ ઘણી કંપનીઓના IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે - TATA IPO
  2. હેલ્થ ઈન્સ્યોરન્સમાં મોટો ફેરફાર, હવે 65 વર્ષના લોકો પણ સરળતાથી હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવી શકશે

Last Updated : Apr 23, 2024, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.