ETV Bharat / business

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ કુલ 1,67,800થી વધુ લાભાર્થીઓનું ધિરાણ કરાયુંં મંજૂર - Atmanirbhar Gujarat Sahay Yojana

વૈશ્વિક મહામારી કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે રાજ્યના અર્થ વ્યવસ્થા પર વિપરિત અસર પડી હતી. અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ ગુજરાતની આર્થિક પરિસ્થિતિનો વેગ ઓછો ન પડે અને રાજ્યમાં વિકાસની ગતિ જળવાય રહે તે માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી હતી. Atmanirbhar Gujarat Sahay Yojana

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 6:28 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,67,800થી વધુ લાભાર્થીઓને રૂ. 01 લાખ લેખે આશરે રૂ. 1,565 કરોડથી વધુનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે ૦6 ટકા વ્યાજ સહાય પેટે રૂ. 154 કરોડ તેમજ 02 થી 04 ટકા ઇન્સેન્ટીવના રૂ. 49 કરોડ મળી કુલ રૂ. 203 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ રૂ. 2.20 લાખ લેખે અત્યાર સુધીમાં આશરે ૩૮,૪૮૮ લાભાર્થીઓને રૂ. 941 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે 04 ટકા વ્યાજ સહાય પેટે રૂ. 62 કરોડ તેમજ 02 થી 04 ટકા ઇન્સેન્ટીવના રૂ. 21 કરોડ મળી કુલ રૂ. 84 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર ખેડૂતો દ્વારા બનાવવામાં આવતા ગોડાઉન ઉપર ગોડાઉન બાંધકામના 25 ટકા મુજબ મહત્તમ રૂ. પાંચ લાખની મર્યાદામાં કેપીટલ સબસીડીની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 2,500 ખેડૂત લાભાર્થીઓને રૂ. 32.91 કરોડની સહાય આપવામાં આવી છે. આ ગોડાઉનના બાંધકામથી ખેડૂતોની પાક સંગ્રહની કરવાની ક્ષમતામાં 2,36,000 મેટ્રીક ટનનો વધારો થયો છે, જે રાજ્ય સરકારની સિદ્ધિ છે. સહકાર ક્ષેત્રે ગુજરાત સરકારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમજ આગામી સમયમાં પણ રાજ્ય સરકાર સહકારીતાને પ્રવૃત્તિને વેગ આપીને અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનશે. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકારના અંદાજપત્રમાં સહકાર ક્ષેત્રના વિકાસ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત સરકારે સહકાર પ્રવૃત્તિથી સમૃદ્ધિ તરફ આગળ વધવા અનેકવિધ પ્રયાસો પણ હાથ ધર્યા છે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શું છે? આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ગુજરાત સરકારની એવી એક યોજના છે, જેમાં ગુજરાતના વ્યાપારીઓ, વ્યાપારિક સંસ્થાઓ, કૃષિકો, સ્વરોજગારીઓ, માનવ સંસાધન વ્યવસ્થાપકો, સામાજિક સંસથાઓ, સામુદાયિક સંસ્થાઓ, અને અન્ય વિવિધ વર્ગના લોકોને સરકાર દ્વારા લોન પેટે સહાય પ્રદાન કરવામાં આવે છે. આ યોજના તારીખ 21 મે 2020ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી.

આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા તમામ ઉદ્યોગપતિઓને લોન આપવાનો છે જેમના વ્યવસાયો કોરોનાવાયરસ લોકડાઉનને કારણે પીડાયા હતા. તેવા વ્યવસાય કારોને સરકાર 2% વ્યાજ પર 1 લાખ રૂપિયાની લોન આપે છે. આ લોન સાથે, ગુજરાતના ઉદ્યોગપતિ કોરોનાવાયરસ લોકડાઉનને કારણે બંધ થયેલો તેમનો વ્યવસાય ફરીથી શરૂ કરી શક્યા છે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી? આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના આવેદનપત્રો લગભગ 1000 જિલ્લા સહકારી બેંક શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક શાખાઓ અને 7000 થી વધુ ક્રેડિટ સોસાયટીઓ સહિત 9000 થી વધુ સ્થળોએ ઉપલબ્ધ કરવામાં આવશે. અને રાજ્યની સહકારી બેંક, 18 જિલ્લા સહકારી બેંકો, 217 શહેરી સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા લોન આપવામાં આવશે. ભરેલા અરજીપત્રક જરૂરી દસ્તાવેજો સાથે ગુજરાતની જિલ્લા સહકારી બેંકો, શહેરી સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓની કોઈપણ શાખામાં સબમિટ કરી શકાય છે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કોણ અરજી કરી શકે છે? આ યોજનાનો લાભ નાના ઉદ્યોગપતિઓ, કુશળ કામદારો, ઓટોરિક્ષા માલિકો, ઇલેક્ટ્રિશિયન, ફેરીયાઓ અને ઓછી આવકવાળા અન્ય લોકોને મળી શકશે.

  1. FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ - Gujarat ranks second IN FDI INFLOWS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.