મુંબઈ : 11 સપ્ટેમ્બર, બુધવારના રોજ ભારતીય શેરબજાર નબળા વલણ સાથે સપાટ ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 7 પોઇન્ટ વધીને 81,928 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 7 પોઈન્ટના ઘટાડા સાથે 25,034 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ હાલ નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર : 11 સપ્ટેમ્બર, બુધવારના રોજ BSE Sensex ગત 81,921 બંધ સામે 7 પોઈન્ટના વધારા સાથે 81,928 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 25,041 બંધની સામે 7 પોઇન્ટ ઘટીને 25,034 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સપાટ ખુલ્યા બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગેઈનર-લુઝર સ્ટોક : BSE પર એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, ભારતી એરટેલ, HUL અને ITC મજબૂત ટ્રેડ સાથે ટોપ ગેઈનર છે. જ્યારે ટાટા મોટર્સ, વિપ્રો, ICICI બેંક, HDFC બેંક અને JSW સ્ટીલ ટોપ લૂઝર છે.
કોમોડિટી બજાર : ડિસેમ્બર 2021 પછી પ્રથમવાર બ્રેન્ટ ક્રૂડ 70 ડોલરની નીચે પહોંચ્યા છે. ક્રૂડ ઓઈલ ગયા સત્રમાં 3% ઘટ્યું હતું. ઓપેક + તેલની માંગ વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કર્યો છે. ડોલર સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યા હતો, 101.60 ની નજીક સ્થિર થયો. બુલિયનમાં બીજા દિવસે પણ વધારો જારી રહ્યો હતો.