અમદાવાદઃ ગણપતિ મહોત્સવ 2024 સંદર્ભે પશ્ચિમ રેલવે અમદાવાદથી કુડાલ અને મેંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. તહેવાર દરમિયાન ઉમટી પડતી ભીડને લીધે અનિચ્છનીય બનાવોને ટાળવા માટે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો છે.
સ્પેશિયલ ટ્રેનઃ
1. ટ્રેન નં. 09412/09411 અમદાવાદ - કુડાલ સાપ્તાહિક વિશેષ [6 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09412 અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 03,10 અને 17 સપ્ટેમ્બર, 2024 (મંગળવાર)ના રોજ અમદાવાદથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે કુડાલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09411 કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 04, 11 અને 18 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ કુડાલથી 04.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે અમદાવાદ પહોંચશે.
2. ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ – મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [6 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09424 અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 06,13 અને 20 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.45 કલાકે મેંગલુરુ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 07, 14 અને 21 સપ્ટેમ્બર, 2024 (શનિવાર) ના રોજ મેંગલુરુથી 22.10 કલાકે ઉપડશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે.
વાયા સ્ટેશન્સઃ આ બંને સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, સાવર્ડા, આરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવાડે, રાજાપુર રોડ, અને થોભશે. વૈભવવાડી રોડ, નાંદગાંવ રોડ, કણકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
www.enquiry.indianrail.gov.in: ટ્રેન નંબર 09412 અને 09424 માટે બુકિંગ 28 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.