ETV Bharat / bharat

પ.બંગાળમાં ડોક્ટરોની ભૂખ હડતાળ યથાવત, કહ્યું- "વિરોધ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે" - Trainee Doctor Rape Murder Case - TRAINEE DOCTOR RAPE MURDER CASE

6 જુનિયર ડોક્ટરોએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. જેમાં આર.જી કર મેડકલ કોલેજ અને હોસ્પિટલના કોઈ પણ ડોક્ટર જોડાયા નથી.

પ.બંગાળમાં ડોક્ટરોની ભૂખ હડતાળ યથાવત
પ.બંગાળમાં ડોક્ટરોની ભૂખ હડતાળ યથાવત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 11:09 AM IST

કોલકાતા : અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરોએ કહ્યું છે કે તેમનો વિરોધ 'અનિશ્ચિત સમય સુધી' ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, તેમની માંગણીઓ કોઈપણ રીતે ખોટી હોવાનું કોઈ સાબિત કરી શકે નહીં. પશ્ચિમ બંગાળના જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટના જુનિયર ડૉક્ટરોએ 5 ઑક્ટોબરે કોલકાતામાં આર.જી કર દુષ્કર્મ અને હત્યા કેસને લઈને અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી, રાજ્ય સરકારને તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ કરી.

ધર્મતલામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં સુધી ડોક્ટરો તેમની સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ પર પાછા ફરવાનો ઈન્કાર કરી રહ્યા છે. હડતાળમાં સામેલ જુનિયર ડોકટરોમાંના એક ડો. આકિબે ANIને જણાવ્યું કે, મુખ્ય અને સૌથી મોટી માંગ આર.જી કર હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ન્યાયની છે. તેમણે કહ્યું કે, આર.જી કર મામલામાં સેશન્સ કોર્ટમાં સીબીઆઈની ભૂમિકા ખૂબ જ ઢીલી છે. અમે ઈચ્છીએ છીએ કે આ મામલે વહેલી તકે ન્યાય મળે.

તેમણે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જે પણ સમિતિઓ બનાવવામાં આવે છે, તેમાં વિદ્યાર્થીઓ વતી એક પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે અને તે પ્રતિનિધિને ચૂંટવામાં આવે. અમે છેલ્લા કેટલાક દિવસોમાં શક્ય તેટલી બધી કોશિશ કરી છે અને હવે આ અમારો છેલ્લો પ્રયાસ છે. તેમણે કહ્યું કે અમારી માંગણી ખોટી છે એવું કોઈ કહી શકે નહીં.

ડૉ. આકિબે એમ પણ કહ્યું કે, છ ડૉક્ટરો ભૂખ હડતાળ પર છે અને તે અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. અગાઉ, વિરોધ કરી રહેલા ડોકટરોએ અધિકારીઓ પર તેમના વિરોધ પ્રદર્શનમાં અવરોધ નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજ્ય પોલીસ ડરાવવાની યુક્તિઓ અપનાવી રહી છે, પાણી અને બાયો-ટોઇલેટ જેવા આવશ્યક પુરવઠાને રોકી રહી છે અને વિરોધના પ્રથમ દિવસે એક જુનિયર ડૉક્ટર પર હુમલો પણ કર્યો હતો.

5 ઓક્ટોબરે ડોક્ટરોએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે બંગાળ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ સાથે તેઓએ ચેતવણી આપી હતી કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરશે.

ક્રમિક ભૂખ હડતાળ પર બેઠેલા છ ડોકટરોઃ કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સ્નિગ્ધા હાઝરા, તનયા પાંજા અને અનુસ્તુપ મુખોપાધ્યાય, એસએસકેએમ હોસ્પિટલના અર્નબ મુખોપાધ્યાય, એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પુલસ્થ આચાર્ય અને કેપીસી મેડિકલ કોલેજના સાયંતની ઘોષ હઝરા.

9 ઓગસ્ટના રોજ આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે. તબીબોની માંગમાં આરોગ્ય સચિવને હટાવવા અને હોસ્પિટલોમાં પોલીસ સુરક્ષા વધારવાનો સમાવેશ થાય છે.

  1. મમતા બેનર્જીએ ડોકટરોની માંગણીઓ સ્વીકારી
  2. આખરે જુનિયર ડૉક્ટર અને CM મમતા વચ્ચે બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.