હમીરપુર: જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે બાળકો અને તેમની માતાનુ મોત થયુ છે. જરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બોલેરો ગાડી કાબૂ બહાર થઈ ગઈ હતી અને રસ્તાના કિનારે પલટી ખાઈ ગઈ હતી, જેમાં ત્રણના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
બોલેરોનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત: જાણવામાં આવી રહ્યું છે કે, શુક્રવારના રોજ પીપરામાથ ગામ, થાણા શ્રીનગર, મહોબાના રહેવાસી નીરજ સિંહ તેના પરિવાર સાથે બોલેરોમાં તેના સાળાના લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે ઝાબરા ચંદૌત પાસે અચાનક બોલેરોનું ટાયર ફાટ્યું. વાહન કાબૂ બહાર જતા પલટી ખાઈ ગયુ હતુ. તેમાં રાજવીર સિંહ (40), માંજે (15), આરતી (35), અનુષ્કા (10), રાધિકા (9), દીપિકા (5), કૃતિકા (6), અંકિત (30), નીરજ સિંહ (45) અને મલખાન (50) બેઠા હતા. પોલીસ માહિતીના આધારે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે સીએચસી સરિલામાં દાખલ કર્યા, જ્યાં ડૉક્ટરે બે છોકરીઓ અનુષ્કા અને રાધિકા તેમજ તેમની માતા આરતીને મૃત જાહેર કર્યા હતી. દરમિયાન અંકિત સિંહ અને મલખાન યાદવને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજ ઓરાઈમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઘાયલોને ઓરાઈની મેડિકલ કોલેજમાં રિફર: આ અંગે સીઓ આશિષ યાદવે જણાવ્યું હતું કે, બોલેરો વાહનનું પાછળનું ટાયર ફાટ્યું હતું જેના કારણે બોલેરો વાહન કાબૂ બહાર ગયું હતું અને રોડ પર ઘણી વખત પલટી ગયું હતું. માહિતી મળ્યા બાદ ઘાયલોને સીએચસી સરિલામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બે બાળકીઓ અને માતાના મોત થયા છે. અન્ય બે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને ઓરાઈની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.