ETV Bharat / bharat

ત્રિપુરામાં આદિવાસી વિદ્યાર્થીના મોત બાદ હિંસા ભડકી, 4ની ધરપકડ, પોલીસે કહ્યું 'માસ્ટરમાઈન્ડ જલ્દી જ પકડાઈ જશે' - ganda twisa violence of tripura - GANDA TWISA VIOLENCE OF TRIPURA

ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં આદિવાસી યુવક પરમેશ્વર રિયાંગના મૃત્યુ બાદ હિંસા ફાટી નીકળી, જેમાં 40 દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને 25 ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. TRIPURA VIOLENCE

ત્રિપુરામાં આદિવાસી વિદ્યાર્થીના મોત બાદ હિંસા ભડકી
ત્રિપુરામાં આદિવાસી વિદ્યાર્થીના મોત બાદ હિંસા ભડકી (IANS))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 9:29 AM IST

ધલાઈ: ત્રિપુરાના ધલાઈ જિલ્લાના ગંડા ટિવસી સબ-ડિવિઝનમાં હિંસા અને આગચંપીના બે દિવસ પછી, જિલ્લા વહીવટી અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે લગભગ 30 થી 40 દુકાનો અને 20 થી 25 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ ઘટનાના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે, ધલાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ સાજુ વહીદે અને પોલીસ અધિક્ષક અવિનાશ રાયની અધ્યક્ષતામાં સ્થાનિક લોકોમાં વિશ્વાસ વધારવા માટે શાંતિ બેઠક યોજાઈ હતી.

તંત્રએ કહ્યુ હાલ પરિસ્થિતિ કાબુમા: વરિષ્ઠ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ સાથે વાત કરી અને તેમને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી અને વેપારીઓને છેલ્લા બે દિવસથી બંધ કરાયેલું બજાર ફરીથી ખોલવા વિનંતી કરી. ડીએમ સાજુ વહીદે જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓએ સુરક્ષા મુદ્દાઓને લગતી માંગણીઓનું ચાર મુદ્દાની રૂપરેખા રજૂ કરી હતી. હું અહીં સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા આવ્યો છું, જે હાલમાં નિયંત્રણમાં છે.

DM સાજુ વહિદે કરી બેઠક: ડીએમ સાજુ વહિદે કહ્યું, 'મેં સ્થાનિક વેપારી સમુદાયના પ્રતિનિધિઓ સાથે દોઢ કલાક લાંબી બેઠકની અધ્યક્ષતા કરી. જેમે તેમણે ઘણી ચિંતાઓ વ્યક્ત કરી હતી. અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવા વિનંતી કરી હતી. મૂલ્યાંકન પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને સહાય ટૂંક સમયમાં આપવામાં આવશે. આશ્રયસ્થાનોમાં રહેતા લોકોને ટૂંક સમયમાં તેમના ઘરે પાછા મોકલવામાં આવશે.

કડક કાર્યવાહીનું આશ્વાસન: તેમણે કહ્યું, 'સ્થાનિક લોકોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા શિબિરો સ્થાપિત કરવા વિનંતી કરી છે, જે પહેલાથી જ સ્થાપિત કરી દેવામાં આવી છે. અમે તેમને આશ્વાસન આપ્યું છે કે આમાં જાણી જોઈને સંડોવાયેલા કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું દરેકને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરું છું.

ઘણા મકાનો અને દુકાનોને આગચંપી: તેમણે કહ્યું, 'ગંડાચેરામાં હિંસાની કોઈ નવી ઘટના બની નથી. 7 જગ્યાએ 30 થી 40 જેટલી દુકાનોને નુકસાન થયું છે. 30 સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે અને બાકીનાને આંશિક નુકસાન થયું છે. લગભગ 20 થી 25 મકાનોને પણ સંપૂર્ણ નુકસાન થયું છે જ્યારે બાકીના મકાનોને આંશિક નુકસાન થયું છે. વહિદે વધુમાં જણાવ્યું હતું કે હિંસા ગંડાચેરાની સીમમાં સાત સ્થળોએ થઈ હતી, જેનું એકંદર મૂલ્યાંકન રવિવાર સુધીમાં પૂર્ણ થઈ જશે.

પોલીસે 4 લોકોની કરી ધરપકડ: તેમણે કહ્યું, '7 જુલાઈના રોજ થયેલી અથડામણના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હવે કસ્ટડીમાં છે. 12 જુલાઈથી આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને અમને આશા છે કે આ કેસનો ઉકેલ આવશે અને ગુનેગારો જલ્દી પકડાઈ જશે. ધલાઈના પોલીસ અધિક્ષક અવિનાશ રાયે હિંસા માટે લાગણીઓને જવાબદાર ઠેરવી અને કહ્યું કે 7 જુલાઈના રોજ બે વ્યક્તિઓ વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

હિંસા પાછળના માસ્ટર માઈન્ડને જલ્દી પકડી લઈશું: ડીએમ સાજુ વાહિદે કહ્યું, 'તેમના મોત બાદ ફાટી નીકળેલી હિંસામાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. બે-ત્રણ કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. હવે બધું નિયંત્રણમાં છે. હું ગાંડાચેરાના લોકોને વિનંતી કરું છું કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં વરિષ્ઠ અધિકારીઓ અને CAPF જવાનો તૈનાત છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રથમ ઘટનાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હિંસા પાછળના માસ્ટરમાઇન્ડને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.