નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે માત્ર સુસાઈડ નોટમાં લોકોના નામ લખેલા હોવાથી અને તેમને મૃત્યુ માટે જવાબદાર ઠેરવવાથી કોઈ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે દોષિત નથી બની જતી. જસ્ટિસ મનોજ કુમાર ઓહરીની બેન્ચે એક સાસુની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટે કહ્યું , કે સુસાઈડ નોટમાં માત્ર કેટલાક લોકોના નામનો ઉલ્લેખ કરવો અને તેમના મૃત્યુ માટે તેઓ જવાબદાર છે, તેવું કહેવું જ ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે દોષી ઠેરવવાનો એકમાત્ર આધાર હોઈ શકે નહી.
શું છે મામલો
હકીકતમાં, અરજદાર સાસુની પુત્રવધૂએ 9 માર્ચ 2014ના રોજ તેના માતા-પિતા સાથે રહેવા માટે પોતાના પતિનું ઘર છોડી દીધું હતું. 23 માર્ચ, 2014ના રોજ અરજદારના પુત્રએ તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તે ઘરેણાં અને સામાન લઈને જતી રહી છે. 31 માર્ચ, 2014ના રોજ અરજદાર મહિલાના પતિ (પુત્રીના સસરા)એ આત્મહત્યા કરી લીધી હતી.
પતિની આત્મહત્યા બાદ સાસુએ એફઆઈઆર નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે પુત્રવધૂ અને તેના માતા-પિતા દ્વારા કરવામાં આવતી હેરાનગતિને કારણે તેના પતિએ આત્મહત્યા કરી લીધી છે. એફઆઈઆર બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સુસાઈડ નોટને ગુના સાથે જોડવાના કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા, ત્યારબાદ પોલીસે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેનો અરજદાર સાસુએ વિરોધ કર્યો હતો. સાસુ-વહુની વિરોધ અરજી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેને એડિશનલ સેશન્સ જજ દ્વારા પણ મંજૂર કરવામાં આવી હતી. એડિશનલ સેશન્સ જજના નિર્ણયને મહિલા સાસુ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
કોલકાતા હાઈકોર્ટનો આદેશ- સંદેશખાલી કેસની CBIકરશે તપાસ - Calcutta HC Orders CBI Probe