નવી દિલ્હી: ટેક જાયન્ટ્સ માઇક્રોસોફ્ટ અને ગૂગલે સિંગલ-જજ બેન્ચના આદેશ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે જેમાં આ ટેક જાયટ્સને સર્ચ એન્જિનને ચોક્કસ URLની જરૂર વગર ઇન્ટરનેટ પરથી બિન-સહમતિ વાળી તસવીરોને (NCII) સક્રિય રીતે દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
કંપનીઓ પોતાના તરફથી દલીલ કરે છે કે આવા આદેશોનો અમલ તકનીકી રીતે સંભવ નથી. અને તે વર્તમાન કાયદાકીય માળખાને પણ ઓળંગે છે.
કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચની કાર્યવાહી દરમિયાન, માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે સિંગલ-જજના આદેશોનું પાલન કરવું તકનીકી મર્યાદાઓને કારણે શક્ય નથી.
ટેક જાયટ્સને આદેશ: માઈક્રોસોફ્ટ અને ગૂગલની આ અપીલ ન્યાયમૂર્તિ સુબ્રમોનિયમ પ્રસાદ દ્વારા 26 એપ્રિલે આપવામાં આવેલા ચુકાદાને પડકારે છે. એવું બહાર આવ્યું હતું કે ગૂગલે પણ આવી જ અપીલ દાખલ કરી છે, જે 9 મેના રોજ વિચારણા માટે નક્કી થયેલ છે. કોર્ટે બંને કેસની એકસાથે ચુકાદો આપવાનું નક્કી કરલ છે.
જસ્ટિસ પ્રસાદે સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ બિન-સહમતિ વળી તસવીરોને દૂર કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ આપેલ સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેઓ આપવામાં આવેલ સુરક્ષા ગુમાવી શકે છે.
તેમણે કહ્યું કે આ ટેક જાયટ્સ એવી ટેક્નોલોજી બનાવે જેથી પીડિતો જાતે જ પોનની રીતે કોઈ પણ કંપની કે કોર્ટ ના હસ્તક્ષેપ વગર બિન-સહમતિ વળી તસવીરોને (NCII) દૂર કરી શકે, ઉપરાંત આ પ્રકારની ગેરકાયદેસર લિન્કને ધુર કરવા તેઓ લાચારી અનુભવે નહી.
ટેક જાયટ્સની દલીલ: માઇક્રોસોફ્ટનું પ્રતિનિધિત્વ કરતા, વકીલ જયંત મહેતાએ દલીલ કરી હતી કે બિન-સહમતિ વળી તસવીરોને દૂર કરવા જેવા આદેશો માટે માત્ર એકજ જજ પર નિર્ભર રહેવું એ યોગ્ય નથી. અમે પોતે આ પ્રકારની કોઈ પણ કર્યા વ્યવસ્થાને આધાર આપતા નથી. તેમણે દલીલ કરી હતી કે વર્તમાન ટેક્નોલોજી મર્યાદાઓને જોતાં સમગ્ર ડેટાબેઝમાં આવી બિન-સહમતિ વળી તસવીરોને શોધવા અને સંપૂર્ણપણે દૂર કરવું શક્ય નથી.
મહેતાએ આદેશોને અમલમાં મૂકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સની જમાવટની અવ્યવહારુતા તરફ પણ ધ્યાન દોર્યું, કારણ કે AI સહમતિ અને બિન-સહમતિ વળી તસ્વીરોવચ્ચે તફાવત કરવામાં નિષ્ફળ જાય છે.