રામનાથપુરમ (તામિલનાડુ) : શ્રીલંકન નેવીએ ફરી એક વાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકન નેવીએ રવિવારે રામનાથપુરમ જિલ્લાના 23 માછીમારોની ધરપકડ કરી છે અને તેમની પાવરબોટ પણ જપ્ક કરી છે. આ કાર્યવાહી સીમા પાર ગેરકાયદે માછીમારી કરવાના આરોપ બાદ કરવામાં આવી છે.
શ્રીલંકન નેવીનો દાવો: આ માછીમારોને ત્યારે પકડવામાં આવ્યા જ્યારે તેઓ કાંગેસન સાગર (શ્રીલંકાનો ઉત્તરી વિસ્તાર)ની દરિયાઈ સરહદે માછીમારી કરી રહ્યાં હતાં. દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલ શ્રીલંકાના નેવી અધિકારીઓએ એ દાવો કર્યો કે, તેઓ સીમા પાર માછીમારી કરી રહ્યાં હતાં.
તમામ માછીમારો રામેશ્વરમના: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શ્રીલંકાના તટરક્ષક દળ દ્વારા પકડવામાં આવેલા આ માછીમારોની પુછપરછ માટે કાંકેસંથુરાઈ નૌસેના શિબિર (જાફના જિલ્લાનો માછલી પકડવાનો વિસ્તાર અને રિસોર્ટ હબ) લઈ જવામાં આવશે. એફ.આઈ.આર અનુસાર તેમને રામેશ્વરમ વિસ્તારમાંથી પકડવામાં આવ્યાં છે. માટે તેમને મુક્ત કરી દેવા માટે શ્રીલંકન નેવીને અપીલ કરવામાં આવી છે.