નવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે બુધવારના રોજ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના એ આદેશને રદ કરી દિધો છે. જેમાં સંકટમાં ફસાયેલી એડ ટેક ફર્મ બાયજૂ વિરુધ્ધ નાદારીની કાર્યવાહી રોકી દેવામાં આવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે બાયજુને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે રૂ. 158.9 કરોડની લેણી રકમની પતાવટ કરવાની મંજૂરી આપતા NCLAT આદેશને પણ ઉથલાવી દીધો હતો.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચે BCCIને 158.9 કરોડ રૂપિયાની સેટલમેન્ટ રકમ લેણદારોની કમિટી પાસે જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અલગ એસ્ક્રો ખાતામાં રાખવામાં આવેલી 158 કરોડની રકમ લેણદારોની સમિતિના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવશે અને તેની જાળવણી ધિરાણકર્તાઓ દ્વારા કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે NCLAT ના નિયમ 11નો આશરો લેવો યોગ્ય નથી અને કાનૂની પ્રક્રિયાને દબાવવા માટે આંતરિક શક્તિઓનો ઉપયોગ કરી શકાતો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, NCLAT એ એડ-ટેક મેજર સામે નાદારીની કાર્યવાહી બંધ કરતી વખતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો ન હતો અને કેસમાં નવો નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. NCLATના આદેશ વિરુદ્ધ અમેરિકન ફર્મ ગ્લાસ ટ્રસ્ટ કંપની LLCની અપીલ પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો છે.
2 ઓગસ્ટના રોજ, NCLAT એ મુશ્કેલીમાં મુકાયેલી એડ-ટેક ફર્મને તેની સામેની નાદારીની કાર્યવાહીને રદ કરીને અને BCCI સાથેના તેના રૂ. 158.9 કરોડના લેણાંની ચુકવણી કરીને રાહત પૂરી પાડી હતી.
NCLAT નિર્ણય બાયજુ માટે મોટી રાહત તરીકે આવ્યો. કારણ કે, તેણે તેના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કંપનીની નાણાકીય અને કામગીરી પર અસરકારક રીતે પાછું નિયંત્રણ આપ્યું હતું. જો કે, 14 ઓગસ્ટના રોજ, સર્વોચ્ચ અદાલતે NCLATના નિર્ણયને 'અયોગ્ય' ગણાવ્યો હતો અને NCLAT આદેશના અમલીકરણ પર રોક લગાવીને બાયજુ અને અન્યને નોટિસ જારી કરી હતી.
આ પણ વાંચો: