નવી દિલ્હી: બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એસસી/એસટી અને અન્ય પછાત વર્ગોના સબ ક્લાસિફિકેશન(પેટા-વર્ગીકરણ)ને સક્ષમ કરવાથી કેન્દ્ર અને રાજ્યને સંયુક્ત રીતે તક મળશે. જેથી ઉચ્ચ વર્ગ તેમજ સામાજિક ન્યાયના બંધારણીય આદર્શ માટે યોગ્ય નીતિઓ ઘડી શકાય. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા મહેતાએ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ કહ્યું કે, અનામત પાછળના વાસ્તવિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે, તર્ક લાભોનો ફેલાવો અને વધારો કરવો તે તર્ક સંગત રીતે મહત્વપૂર્ણ છે.
મહેતાએ કહ્યું કે, ઉપરોક્ત લાભોનું સબ ક્લાસિફિકેશન(પેટા-વર્ગીકરણ) એ એક મહત્વપૂર્ણ માપદંડ છે. જે ઉપરોક્ત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરુપ છે. તેનાથી આરક્ષણની ધીમે ધીમે અસર થાય છે. મહેતાએ દલીલ કરી હતી કે SC/ST માટે ક્વોટાના સબ ક્લાસિફિકેશન(પેટા-વર્ગીકરણ)ને સક્ષમ કરીને આરક્ષણને તર્કસંગત બનાવવાથી સામાજિક ન્યાયની બાંયધરી મળશે.
પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે રાજ્ય સરકારને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)માં સબ ક્લાસિફિકેશન(પેટા-વર્ગીકરણ) કરવાનો અધિકાર છે કે કેમ તે અંગેના કાયદાકીય પ્રશ્નની તપાસ સુપ્રીમ કોર્ટ કરી રહી છે. તે પંજાબ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો (સેવાઓમાં અનામત) અધિનિયમ, 2006 ની માન્યતાની પણ તપાસ કરી રહ્યું છે, જે ક્વોટાની અંદર જાહેર નોકરીઓમાં 'વાલ્મિકી' અને 'મઝહબી શીખ' જાતિઓને 50 ટકા ક્વોટા અને પ્રથમ પસંદગી પ્રદાન કરે છે.
ન્યાયાધીશ બી.આર. ગવઈ, ન્યાયાધીશ વિક્રમ નાથ, બેલા એમ. ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર મિશ્રાની બનેલી બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના 2010ના ચુકાદા સામે પંજાબ સરકારની આગેવાની હેઠળની લગભગ 2 ડઝન અરજીઓની સુનાવણી કરી હતી. મહેતાએ કહ્યું કે બંધારણ ઉચ્ચ શિક્ષણ, સરકારી સેવા ક્ષેત્રમાં પ્રવેશ સ્તર અને સરકારી સેવાઓમાં પ્રમોશનના સ્તરે અનામતની મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે જેઓ આ બેઠકો/પદની ફાળવણીનો સૌથી વધુ લાભ લઈ શકશે તે એવા વ્યક્તિઓ હશે જેઓ પછાત વર્ગમાંથી આવતા હશે.