નવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે બુઘવારના રોજ 7 જજોની બેંચના 1997ના એ આદેશને બદલી દીધો છે, જેમાં કેન્દ્ર સરકારની ઔદ્યોગિક દારૂના નિયમન માટે અધિકાર આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું છે કે, ઓદ્યોગિક દારુના ઉત્પાદન, નિર્માણ અને આપૂર્તિની નિર્ણાયક શક્તિઓ રાજ્ય પાસે છે. ઓદ્યોગિક દારુ માનવ ઉપયોગ માટે નથી.
7 જજોની બેંચે ચુકાદો સંભળાવ્યો: 7 જજોની બેંચે ચુકાદો સંભળાવ્યો હતો કે, ઓદ્યોગિક દારુના ઉત્પાદન પર નિયમનકારી શક્તિ કેન્દ્ર સરકાર પાસે છે. 2010 ના મામલાને 9 ન્યાયાધીશની બેંચ પાસે મોકલવામાં આવ્યો હતો. આ મામલે પહેલીવાર 1990ના એક ચુકાદાને ઉઠાવવામાં આવ્યો હતો. 9 ન્યાયાધીશોની બેંચ પાસે મોકલતા પહેલા આ મામલે પરસ્પર વિરોધાભાસી અર્થઘટનો થયા હતા.
મુખ્ય જજે 7 જજો માટે ચુકાદો લખ્યો: મુખ્ય જજ ડી.વાય. ચંદ્રચુડે પોતાના અને અન્ય સાત જજ માટે ચુકાદો લખ્યો કે, કેન્દ્ર પાસે નિયમનકારી શક્તિનો અભાવ છે. બંધારણીય બેંચના નવમાંથી આઠ જજો જેમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ અભય એસ. ઓકા, જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ જે.બી. પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ ઉજ્જલ ભુયાન, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહ. તેમણે આ અર્થઘટનને સમર્થન આપ્યું હતું જ્યારે ન્યાયમૂર્તિ બી.વી. નાગરથ્ના આ અંગે અસંમત હતા.
બહુમતી નિર્ણયમાં કહેવામાં શું આવ્યું ?: બહુમતી નિર્ણયમાં જણાવાયું હતું કે સૂચિ II (રાજ્ય સૂચિ) ની એન્ટ્રી 8 હેઠળ નશાકારક દારૂનો અર્થ આલ્કોહોલિક પીણાની સંકુચિત વ્યાખ્યાની બહાર જાય છે. ચીફ જસ્ટિસે કહ્યું કે એન્ટ્રી 8 લિસ્ટ II - માદક દવાઓ અને આલ્કોહોલના ઔદ્યોગિક અને બાય-પ્રોડક્ટ્સ બંનેનો સમાવેશ થાય છે. બહુમતી નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, 'નશા પર કાયદો બનાવવાની રાજ્યની સત્તા છીનવી ન શકાય.'
રાજ્યો ઔદ્યોગિક દારૂ પર ટેક્સ લગાવી શકતા નથી: CJI એ પણ સ્પષ્ટ કર્યું કે, ઔદ્યોગિક દારૂને 'નશાકારક દારૂ' શબ્દ હેઠળ નિયંત્રિત કરી શકાય છે. આ ચુકાદાએ સિન્થેટીક્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વિ. ઉત્તર પ્રદેશ રાજ્યમાં 1990ના નિર્ણયને રદિયો આપ્યો હતો, જેમાં એવું માનવામાં આવતું હતું કે 'નશાકારક દારૂ' માત્ર પીવાલાયક દારૂનો સંદર્ભ આપે છે અને તેથી, રાજ્યો ઔદ્યોગિક દારૂ પર ટેક્સ લગાવી શકતા નથી.
ઔદ્યોગિક દારૂ માનવ વપરાશ માટે યોગ્ય નથી: ન્યાયાધીશ નાગરત્નાએ તેમના અસંમત અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, 'ઔદ્યોગિક દારૂ' એટલે દારૂ જે માનવ વપરાશ માટે યોગ્ય નથી અને 'નશાકારક દારૂ' શબ્દનો અલગ અર્થ આપવા માટે કૃત્રિમ અર્થઘટન અપનાવી શકાય નહીં જે બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. તે વિપરીત છે.
આ પણ વાંચો: