ETV Bharat / bharat

' શાહી ઈદગાહ સ્થળ શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે ', હિન્દુ પક્ષે પુરાતત્વીય પુરાવાઓને ટાંકીને HCમાં દાવો કર્યો - SHRI KRISHNA JANMABHOOMI CASE - SHRI KRISHNA JANMABHOOMI CASE

'શાહી ઈદગાહ સ્થળ શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે' તેમ જણાવી હિન્દુ પક્ષે પુરાતત્વીય પુરાવાઓને ટાંકીને યુપી હાઇકોર્ટમાં દાવો કર્યો છે.આ મામલાની વધુ સુનાવણી આગામી 15મેએ નિર્ધારિત કરવામાં આવી છે.

' શાહી ઈદગાહ સ્થળ શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે ', હિન્દુ પક્ષે પુરાતત્વીય પુરાવાઓને ટાંકીને HCમાં દાવો કર્યો
' શાહી ઈદગાહ સ્થળ શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે ', હિન્દુ પક્ષે પુરાતત્વીય પુરાવાઓને ટાંકીને HCમાં દાવો કર્યો (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 9:30 AM IST

ઉત્તરપ્રદેશ - પ્રયાગરાજ : શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદના મામલામાં મંદિર પક્ષે દાવો કર્યો છે કે શાહી ઈદગાહ સ્થળ શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ રીના એન સિંઘે આર્કિયોલોડિકલ સર્વે ઓફ ઈન્ડિયા - ASI રિપોર્ટને ટાંક્યો હતો. તેમણે કહ્યું કે ASI દ્વારા હાથ ધરવામાં આવેલા પુરાતત્વીય ખાણકામ દરમિયાન, ઇદગાહની અંદર સ્થિત કુવામાંથી શ્રીકૃષ્ણના મંદિરના મૂળ ગર્ભગૃહની આઠ ફૂટની દરવાજાની ફ્રેમ મળી આવી છે. તે દરવાજાની ફ્રેમના આગળના ભાગ પર કોતરણી છે. દરવાજાની પાછળની બાજુએ બ્રાહ્મી લિપિમાં લખેલું છે કે આ ભગવાન વાસુદેવનું મહાન સ્થાન છે. આ ફ્રેમ મથુરાના સરકારી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

અનેક અધિકૃત સંદર્ભો ટાંકવામાં આવ્યાં : સુપ્રીમ કોર્ટના વકીલે મંદિર પક્ષ વતી અનેક અધિકૃત સંદર્ભો ટાંક્યાં. ખનનમાંથી રાધાકૃષ્ણની મૂર્તિઓના અવશેષો પણ મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું.તેમણે એમ પણ કહ્યું કે આ કેસમાં લિમિટેશન એક્ટ અને વકફ એક્ટ લાગુ નથી.

પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ આવતું નથી : તે જ સમયે, એડવોકેટ અનિલકુમારસિંહે તેમની દલીલમાં કહ્યું કે વિવાદિત સ્થળ એએસઆઈ એક્ટ 1904 હેઠળ જાળવવામાં આવે છે, જે આજ સુધી અસ્તિત્વમાં છે. આ કારણોસર તે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ આવતું નથી. પુરાતત્વીય પુરાવાના આધારે, કંસની જેલને આંશિક રીતે રૂપાંતરિત કરવામાં આવી હતી અને ત્યાં હાજર મૂર્તિઓ દૂર કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ શાહી ઈદગાહ તરીકે કરવામાં આવ્યો હતો. જો ASI દ્વારા સર્વે કરવામાં આવે તો પુરાવા મળશે.

15 મેએ થશે વધુ સુનાવણી : મામલાની વધુ સુનાવણીની આગામી તારીખ 15 મે નક્કી કરવામાં આવી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના એડવોકેટ હરેરામ ત્રિપાઠી, એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ, એડવોકેટ વિનય શર્મા, રાણા પ્રતાપ સિંહ, વરિષ્ઠ એડવોકેટ તસ્નીમ અહમદી અને અન્ય એડવોકેટ્સ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનો પક્ષ રજૂ કરવા માટે હાજર રહ્યા હતાં.

  1. Krishna Janmabhoomi Case : મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ સુનાવણીમાં શું થયું જાણો
  2. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઇદગાહ કેસ, કોર્ટનો વિવાદિત જમીન પર સર્વે કરવાનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.