ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને જામીન તો આપ્યા પણ જેલમાંથી બહાર નિકળવુ અડચણભર્યુ - Sharjeel Imam gets bail - SHARJEEL IMAM GETS BAIL

દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને જામીન આપી દીધા છે. જો કે તેના જેલમાંથી બહાર આવવામાં હજુ પણ અડચણ છે. ચાલો જાણીએ શું છે.Sharjeel Imam gets bail

દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 1:22 PM IST

Updated : May 29, 2024, 1:51 PM IST

નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઈમામના વૈધાનિક જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ સુરેશ કૈતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો હતો. જો કે, આ આદેશ છતાં શરજીલ ઇમામ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે તે દિલ્હી રમખાણોના મોટા ષડયંત્રના કેસમાં પણ જેલમાં છે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના નામે હિંસાનું ષડયંત્ર: સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસે દિલ્હી રમખાણો કેસના આરોપી શરજીલ ઇમામની વૈધાનિક જામીન અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે, દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના નામે હિંસાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ વતી વિશેષ સરકારી વકીલ અમિત પ્રસાદે કહ્યું કે, શરજીલ ઈમામનું ભાષણ લોકોને ઉશ્કેરવાનું હતું. શરજીલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જો તમે રસ્તા પર નહીં ઉતરો તો તેઓ તમને ખતમ કરી દેશે. તેમના તમામ ભાષણો સમાન હતા જેમાં ચક્કાજામ, બાબરી, ટ્રિપલ તલાક અને કલમ 370 પર ચર્ચા કરવામાં આવી હતી. શરજીલ ઈમામે ચિકન નેક કોરિડોરને બ્લોક કરીને ઉત્તર-પૂર્વીય ભાગને દેશના બાકીના ભાગથી અલગ કરવાની વાત પણ કરી હતી.

શરજીલ ઇમામ 28 જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં: ઉલ્લેખનીય છે કે 11 માર્ચે હાઈકોર્ટે શરજીલ ઈમામની વૈધાનિક જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. શરજીલ ઈમામ તરફથી હાજર થયેલા વકીલે કહ્યું હતું કે, શરજીલે 7 વર્ષની મહત્તમ સજામાંથી અડધી સજા ભોગવી છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શરજીલ ઇમામ 28 જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં છે.

આ પહેલા 17 ફેબ્રુઆરીએ કર્કડૂમા કોર્ટે શરજીલ ઈમામની વૈધાનિક જામીન અરજી ફગાવી દીધી હતી. વાસ્તવમાં, 30 જાન્યુઆરીએ, દિલ્હી હાઈકોર્ટે કર્કડૂમા કોર્ટને શરજીલ ઈમામની વૈધાનિક જામીન અરજી પર 17 ફેબ્રુઆરી સુધીમાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા વિશેષ સરકારી વકીલ અમિત પ્રસાદે કહ્યું હતું કે, જોગવાઈઓમાં થોડી ગૂંચવણ છે. સવાલ એ છે કે શું UAPA હેઠળના આરોપી અડધી સજા પૂરી કર્યા પછી ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 436A હેઠળ જામીન મેળવવા માટે હકદાર છે?

શરજીલની વૈધાનિક જામીન અરજીનો વિરોધ કરતાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે, ગુનાની ગંભીરતાને અવગણી શકાય નહીં. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ તેની સામે નોંધાયેલા કેસોમાં મહત્તમ સજાનો અડધો ભાગ જેલમાં વિતાવ્યો હોવાને કારણે તેના આધારે જામીન આપી શકાય નહીં.

1.પેલેસ્ટાઈનના સમર્થનમાં સામે આવી રોહિત શર્માની પત્ની, ટ્રોલ થયા બાદ ડિલીટ કરી દીધી પોસ્ટ - ALL EYES OF RAFAH

2.અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, જામીનની મુદત વધારવાની અરજી ફગાવી - Delhi Liquor Scam

Last Updated : May 29, 2024, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.