ETV Bharat / bharat

ETV નેટવર્કના સ્થાપક રામોજી રાવના નિધન પર દેશના વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો - Senior leaders paid tribute to Ramoji Rao

રામોજી ગ્રુપ અને ETV નેટવર્કના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે નિધન થયું હતું. તેમના નિધન પર દેશના વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય, રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ, સી.પી. જોશી, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કમલ નાથે પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. Senior leaders paid tribute to Ramoji Rao

રામોજી ગ્રુપ અને Etv નેટવર્કના સ્થાપક રામોજી રાવના નિધન પર દેશના વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યોat
રામોજી ગ્રુપ અને ETV નેટવર્કના સ્થાપક રામોજી રાવના નિધન પર દેશના વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 5:42 PM IST

Updated : Jun 8, 2024, 6:24 PM IST

હૈદરાબાદ: રામોજી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ રામોજી રાવનું શનિવારે સવારે અવસાન થયું. હૈદરાબાદની હોસ્પિટલમાં સવારે 4.50 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 88 વર્ષના હતા. રામોજી રાવ ઘણા દિવસોથી બીમાર હતા. 6 જૂને તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ અને રાજકીય જગતમાં શોકની લહેર છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશભરના રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. રામોજી રાવના નિધનના સમાચારથી દેશના નેતાઓ પણ આઘાતમાં છે. સીએમ મોહન યાદવ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

કોણ હતા રામોજી રાવઃ રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તેઓ રામોજી ગ્રુપ, ઈનાડુ, ETV નેટવર્કના સ્થાપક હતા. તેમણે 1969માં ખેડુતો માટેના એક મેગેઝિન અન્નદાતા દ્વારા મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. રામોજી રાવે વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગ રામોજી ફિલ્મ સિટીની સ્થાપના કરી હતી. તેમના અન્ય વ્યવસાયોમાં માર્ગદર્શી ચિટ ફંડ, ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સ, કલાંજલી શોપિંગ મોલ, પ્રિયા પિકલ્સ અને મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. રામોજી રાવને પદ્મ વિભૂષણ (2016) સહિત તેલુગુ સિનેમા અને મીડિયામાં તેમના યોગદાન બદલ અનેક સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ સિવાય તેમને રામીનેની ફાઉન્ડેશન એવોર્ડ અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. તેઓ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો એનટી રામારાવ અને ચંદ્રાબાબુ નાયડુના ખૂબ નજીક રહ્યા છે. તેલંગાણા સરકારે નિર્ણય લીધો છે કે રામોજી રાવના અંતિમ સંસ્કાર સરકારી સન્માન સાથે કરવામાં આવશે.

"રામોજી રાવની પત્રકારત્વની દુનિયામાં અજોડ ભૂમિકા": કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના 'X' પેજ પર લખ્યું છે કે "રામોજી ગ્રુપના ચેરમેન, રામોજી ફિલ્મ સિટી અને ETV મીડિયા ગ્રુપના સ્થાપક રામોજી રાવજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે ફિલ્મ અને પત્રકારત્વની દુનિયામાં નવી વિશેષતાઓ લાવવામાં અજોડ ભૂમિકા ભજવી છે, જે હંમેશા યાદ રાખવામાં આવશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે".

કોંગ્રેસના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું: દિગ્વિજય સિંહે કહ્યું કે "ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રથમ પ્રણેતા તરીકે ઓળખાતા રામોજી રાવ હવે નથી. મને એકવાર તેમના જ સ્ટુડિયોમાં તેમને મળવાની તક મળી હતી. તેઓ નિર્ભય અને પ્રતિબદ્ધ વ્યક્તિ હતા, જેઓ અવિરત જીવન જીવતા હતા. આજે પણ, તેમણે સ્થાપેલી સંસ્થામાંથી ઉભરી રહેલા પત્રકારો દેશભરમાં સારા પત્રકારત્વનું ઉદાહરણ સ્થાપિત કરે છે. રામોજી રાવના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ".

રામોજી રાવના નિધનથી કમલનાથ પણ આઘાતમાં: પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સીએમ કમલનાથે શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, "રામોજી ફિલ્મ સિટીના સ્થાપક અને ETV નેટવર્કના વડા રામોજી રાવના નિધન વિશે દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. પદ્મ વિભૂષણથી સન્માનિત રામોજી રાવજીનું અવસાન ફિલ્મ અને મીડિયા જગત માટે એક ન પુરી શકાય તેવી ખોટ છે. હું દિવંગત આત્માની શાંતિ અને તેમના પ્રિયજનોને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ".

સી.પી. જોશીએ શ્રદ્ધાંજલિ આપી: રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ સી. પી જોશીએ ટ્વિટ કરીને લખ્યું કે, "મીડિયા અને મનોરંજન જગતમાં અવિસ્મરણીય યોગદાન આપનાર રામોજી ફિલ્મ સિટીના સ્થાપક પદ્મ વિભૂષણ શ્રી રામોજી રાવનું અવસાન મીડિયા જગત માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ".

દિયા કુમારી: નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ પણ તેમની શોક ભાવના પ્રગટ કરી હતી. તેમણે લખ્યું કે, "વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટીના નિર્માતા અને ETV મીડિયા ગ્રુપના સ્થાપક, રામોજી ગ્રુપ, ઈનાડુના અધ્યક્ષ રામોજી રાવજીના નિધનના સમાચાર દુઃખદ છે. તેમના નિધનથી પત્રકારત્વ અને ફિલ્મ જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ !!

ભજનલાલા શર્મા: રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શ્રી રામોજી રાવને શ્રદ્ધાંજલી આપતા લખ્યું કે, "ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક પદ્મ વિભૂષણ શ્રી રામોજી રાવજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમના નિધનથી પત્રકારત્વ અને ફિલ્મ જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

  1. ઈંગ્લિશના વધતા ચલણ વચ્ચે રામોજી રાવે પ્રાદેશિક મીડિયાને આપી નવી જિંદગી - ramoji rao an architect of indian media
  2. રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું નિધન, અતિમદર્શન માટે ઉમટ્યા લોકો - Ramoji Rao Passes Away

Last Updated : Jun 8, 2024, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.