ETV Bharat / bharat

PM મોદીએ વૈશ્વિક તણાવ વચ્ચે સ્થિર સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો - PM MODI ON IRAN ISRAEL WAR - PM MODI ON IRAN ISRAEL WAR

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ બહુમતી સાથે મજબૂત અને સ્થિર સરકાર બનાવવાની હાકલ કરી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ચૂંટણી ઢંઢેરાનું અનાવરણ કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી.

PM MODI ON IRAN ISRAEL WAR
PM MODI ON IRAN ISRAEL WAR
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 3:28 PM IST

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતી ગંભિર બની ગઇ છે. સીરિયામાં ઇઝરાયલે ઇરાનના દૂતાવાસ પર 300થી વધુ મિસાઇલ્સ છોડી હતી. જે પછી બંન્ને દેશોના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ત્યારે આ મુદ્દે રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોના લોન્ચિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનુ નિવેદન આપ્યુ હતુ કે જો કેન્દ્રમાં બીજેપી ત્રીજી ટર્મંમાં ચૂંટાશે, તો આ યુધ્ધના માહોલમાં ભારતીયોના જીવન સુરક્ષિત રહેશે. તો તેમની સરકાર ખોવાયેલા,ફસાયેલા અને પીડિત ભારતીયોને બચાવવામાં મદદ કરશે. યુધ્ધ સ્થળ પર નિર્ણાયક કામગીરી કરવામાં આવશે. દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં પાર્ટીના 'સંકલ્પ પત્ર'ના અનાવરણ સમયે એક બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના નેતાઓને સંબોઘન કર્યુ હતુ કે "વિશ્વના દેશો યુદ્ધની સ્થિતિમાં છે. વિશ્વ પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. વિશ્વના દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. વિશ્વમાં કયાય શાંતિ નથી. આવા સમયે આપણા નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. એ કોઈપણ સરકાર માટે પ્રાથમિક અને સર્વોચ્ચ કાર્ય બની જાય છે. જો અમે ત્રીજી ટર્મમાં પાછા આવીશુ. આપણા લોકોની સલામતી અમારી સરકારની પહેલી પ્રાથમિકતા રહેશે.

પીએમ મોદીએ વઘુ જણાવ્યુ કે "જ્યારે વિશ્વમાં યુદ્ધનો ભય ઘેરી વળે છે, ત્યારે એક મજબૂત અને સ્થિર સરકાર સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટાય તે વધુ જરૂરી છે. જે દેશને આર્થિક રીતે મજબૂત અને સ્થિર બનાવે છે. જે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને તે આપણને 'વિકસિત ભારત'ના અંતિમ ધ્યેયને સિદ્ધ કરવા સંકલ્પબદ્ધ કરે છે.

ભાજપની આગેવાની હેઠળના એનડીએ પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષો અને ગાઝામાં હમાસ સામે ઇઝરાયેલના આક્રમણથી પીડિત ભારતીયોને એરલિફ્ટ કરવાની કાર્યવાહી કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ સંપૂર્ણ લશ્કરી સંઘર્ષમાં પરિવર્તિત થતાં, યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા સ્થળાંતર મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ 'ઓપરેશન ગંગા'ની જાહેરાત 26 ફેબ્રુઆરી, 2022ના રોજ કરવામાં આવી હતી, અને તે 11 માર્ચ, 2022 સુધી હાથ ધરવામાં આવ્યુ હતુ. આ મિશનના ભાગ રૂપે, પૂર્વ યુરોપમાં માનવતાવાદી રાહત પૂરી પાડતી વખતે વાયુસેનાના વિમાનો તેમજ ખાનગી ફ્લાઇટ્સ દ્વારા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે પ્રયાસો હાથ ઘરાયા હતા.

ઓપરેશનના પરિણામ સ્વરૂપ લગભગ 25,000 ભારતીય નાગરિકો તેમજ 18 અન્ય દેશોના નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સમાન બચાવ યોજનામાં, કેન્દ્રએ, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, ગયા વર્ષે 7 ઓક્ટોબરે આતંકવાદી હમાસ સાથે યુદ્ધમાં ઇઝરાયેલથી ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે 'ઓપરેશન અજય' શરૂ કર્યું હતુ. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં 1,309 ભારતીય નાગરિકો, 14 OCI કાર્ડ ધારકો અને ઇઝરાયેલના 20 નેપાળીઓને 'ઓપરેશન અજય' હેઠળ બચાવી લેવામાં આવ્યા હતા. અન્ય એક સાહસિક કામગીરીમાં, ભારતીય વાયુસેનાના C-130J હેવી-લિફ્ટ એરક્રાફ્ટે ગયા વર્ષના એપ્રિલમાં હિંસાગ્રસ્ત સુદાનની રાજધાની ખાર્ટુમની ઉત્તરે લગભગ 40 કિમી દૂર આવેલા વાડી સૈયદના ખાતેની નાની હવાઈપટ્ટીમાંથી 121 લોકોને બચાવવામાં આવ્યા હતા.

એરસ્ટ્રીપમાં કોઈ નેવિગેશનલ સહાય નહોતી અથવા બળતણ વગરની સપાટી ખત્મ થઈ ગઈ હતી, અને સૌથી ગંભીર રીતે ,રાત્રે ઉતરતા વિમાનને માર્ગદર્શન આપવા માટે જરૂરી એવી કોઈ લેન્ડિંગ લાઈટ પણ નહોતી, પાઇલોટે રાત્રે લેન્ડિંગ કરવા માટે નાઇટ વિઝન ગોગલ્સ (NVGs) નો ઉપયોગ કર્યો હતો. ખાર્ટુમમાં ફસાયેલા ભારતીયોને બચાવવાના મિશનનું કોડનેમ 'ઓપરેશન કાવેરી' હતું.

નોંધનીય છે કે, ઓગસ્ટ 2021માં તાલબાને અફઘાનિસ્તાનમાં સતા કબ્જે કર્યા બાદ IAF એ કાબુલમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યુ,કે વિશ્વના દેશો જુએ છે કે આપણે વિદેશમાં આપણા નાગરિકોની કેવી રીતે કાળજી રાખીએ છીએ. તે 'ઓપરેશન ગંગા' અથવા 'કાવેરી' અથવા 'અજય' હોઈ શકે છે. તે કોવિડ (રોગચાળો) દરમિયાન 'વંદે ભારત' મિશન હોઈ શકે છે. " આ સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પીડિત ભારતીયોને સલામત લાવવાના સરકારના ઈરાદા પર ભાર મૂક્યો હતો.

PM મોદીએ રવિવારે પ્રશંસા કરી હતી, કે કેવી રીતે ભારતે વિકાસશીલ રાષ્ટ્રોને કેવી રીતે સાંકળ્યો.

  1. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં ભૂકંપ, BSE Sensex 929 પોઇન્ટ ગગડ્યો - Share market Update
  2. PM મોદીની બાડમેર રેલી બાદ ચર્ચામાં આવી મમતા વિશ્નોઈ, જાણો કોણ છે મમતા અને કેમ થઈ રહી છે ચર્ચા ? - Mamta Vishnoi Barmer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.