ETV Bharat / bharat

રેલ્વે ભરતી બોર્ડ NTPC ભરતી જાહેરાત: પગાર કેટલો? ભરતીની જગ્યા કેટલી? લાયકાત શું? જાણો - RRB NTPC Recruitment 2024

શું તમે પણ ભારતીય રેલ્વેમાં કામ કરવા ઈચ્છો છો? શું તમે પણ રેલ્વેને જોઈને વિચાર કરો છો કે મારે પણ આજ ડીપાર્ટમેન્ટમાં કામ કરવું છે. તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય રેલ્વે બોર્ડ દ્વારા NTPC ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શું છે પગાર, લાયકાત કેટલી જોઈએ, કેટલી જગ્યાઓ માટે ભરતી છે જાણવા માટે વાંચો આ અહેવાલ. RRB NTPC Recruitment 2024

રેલ્વે ભરતી બોર્ડ NTPC ભરતી જાહેરાત
રેલ્વે ભરતી બોર્ડ NTPC ભરતી જાહેરાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 10:57 PM IST

હૈદરાબાદ: રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા ભારતીય રેલ્વેમાં નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) પોસ્ટ્સ માટે જાહેરાત બહાર પાડી છે. બોર્ડ દ્વારા હાલ તમામ વિગતો ટૂંકમાં જણાવવામાં આવી છે આગામી દીવાસોમાં અન્ય વિગતો પણ બહાર પાડવામાં આવશે તેમજ નોંધણીની પણ શરૂઆત કરવામાં આવશે.

રેલ્વે ભરતી બોર્ડ NTPC ભરતી જાહેરાત
રેલ્વે ભરતી બોર્ડ NTPC ભરતી જાહેરાત (Etv Bharat Gujarat)

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝના પોસ્ટ: ભારતીય રેલ્વે બોર્ડ દ્વારા કુલ 11,558 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે NTPC એટલે કે નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝના પોસ્ટ માટે છે. આ ભરતીમાં ગ્રેજ્યુએટ પોસ્ટ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ બની માટે જગ્યાઓ છે. જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટેની ફોર્મ ભરવાની તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી 13 ઓક્ટોબર 2024 સુધીની છે જ્યારે અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ફોર્મ ભરવાની તારીખ 21 સપ્ટેમ્બર 2024 થી 20 ઓક્ટોબર 2024 સુધીની છે.

NTPCની પોસ્ટ માટે શું છે લાયકાત માપદંડ (એલિજિબલિટી ક્રાઇટેરિયા)

  • ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ફોર્મ ભરનાર વ્યક્તિ પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરૂ છે.
  • અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ફોર્મ ભરનાર વ્યક્તિ પાસે 10+2 એટલે કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ હોવું જરૂરી છે.

વય મર્યાદા શું છે:

ગ્રેજ્યુએટ પોસ્ટ્સ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ બંને માટે ફોર્મ ભરનાર વ્યક્તિ 18 થી 36 વર્ષના વચ્ચે હોવા જોઈએ.

ચાલો જાણીએ કયા કયા હોદ્દાઓ માટે છે આ ભરતી?

  • ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે
  • ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝરની કુલ 1,736 જગ્યા
  • સ્ટેશન માસ્તરની કુલ 994 જગ્યા
  • ગુડ્સ ટ્રેન મેનેજરની કુલ 3,144 જગ્યા
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની કુલ 1,507 જગ્યા
  • સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કુલ 732 જગ્યા
  • અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે
  • કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કની કુલ 2,022 જગ્યા
  • એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કુલ 361 જગ્યા
  • જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કુલ 990 જગ્યા
  • ટ્રેન કારકુનની કુલ 72 જગ્યા

પરીક્ષા માટેની ફી કેટલી?

જનરલ કેટેગરીની ફી 500 રૂપિયા છે જ્યારે આરક્ષિત શ્રેણીઓ જેમ કે પીડબ્લ્યુડી, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર, ભૂતપૂર્વ સૈનિકો, એસસી/એસટી, લઘુમતી સમુદાયો અને આર્થિક રીતે પછાત વર્ગમાં આવતા ઉમેદવારો માટે ફી 250 રૂપિયા છે.

શું છે અરજી પ્રક્રિયા?

  • ઉમેદવારે પોતાના રાજ્ય (પ્રદેશ) માટેની સત્તાવાર RRB વેબસાઇટ પર જવું. (દા. RRB ahmedabad)
  • વેબસાઇટ પર NTPC 2024 સૂચના શોધવી અને તે સંપૂર્ણ વાંચવી.
  • RRB સાઇટ પર પોતાની મૂળભૂત વિગતો આપી એકાઉન્ટ બનાવવું અને નોંધણી કરવી.
  • અરજી ફોર્મમાં પૂછવામાં આવેલ તમામ પ્રશ્નો ભરવા.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
  • વેબસાઇટ પર ઉપલબ્ધ ફી વિકલ્પો પસંદ કરી ફી ચૂકવવી.
  • અંતિમ તારીખ પહેલાં અરજી સબમિટ કરવી.
  1. બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બન્યું આહ્લાદક નયનરમ્ય પ્રવાસન સ્થળ - Butterfly garden at statue of unity
  2. કડકડાટ અંગેજી બોલતો યુવતીનો વીડિયો થયો વાયરલ, વિડીયો જોઇ સૌ થયા આશ્ચર્યચકિત - English speaking illiterate girl

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.