લખનૌ/અયોધ્યા: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની તબિયત અચાનક લથડતાં લખનૌના પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોની ટીમ તપાસ કરી રહી છે. સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે ફોન પર તેમની તબિયત વિશે પૂછતા પીજીઆઈના ડાયરેક્ટરને વધુ સારી સારવાર માટે સૂચના આપી છે. પીજીઆઈના ડાયરેક્ટર ડૉ. આર.કે ધીમાનના જણાવ્યા અનુસાર, પુજારી સત્યેન્દ્ર દાસ ગઈકાલે સાંજથી અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, આચાર્ય સત્યેન્દ્ર દાસ નબળાઈ અને ભૂખ ન લાગવાની ફરિયાદ કરી રહ્યા છે. તેમનું બ્લડ પ્રેશર બરાબર હોવાનું કહેવાય છે.
કમરથી નીચેનું શરીર કામ કરતું બંધ થયું
જ્યારે પ્રદીપ દાસે કહ્યું કે, મુખ્ય પૂજારી વાત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તે પગથી અશક્ત બની ગયા હતા. તેમને ચાલવા માટે ટેકાની જરૂર પડી રહી હતી. પરંતુ અચાનક બે દિવસથી કમર નીચેનું શરીર કામ કરતું ન હતું. આ પહેલા પણ તેઓ બીપી અને ડાયાબિટીસથી પીડિત હતા અને તેમને ભૂખ લાગતી ન હતી. જેના કારણે નબળાઈ હતી. તેમણે કહ્યું કે, ડોક્ટરોની ટીમે તમામ ટેસ્ટ કરી લીધા છે, રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર કરવામાં આવશે. અમને બધાને વિશ્વાસ છે કે તે જલ્દી સ્વસ્થ થઈને અયોધ્યા આશ્રમ પહોંચશે.
30 વર્ષથી રામલલ્લાની સેવા કરી રહ્યા છે
આચાર્ય સત્યેન્દ્ર દાસ છેલ્લા 30 વર્ષથી રામ જન્મભૂમિ સંકુલમાં રામલલ્લાની સેવા કરી રહ્યા છે. 1992 માં, જ્યારે કાર સેવકો દ્વારા વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. તે પછી, વર્તમાન સરકાર દ્વારા રામ જન્મભૂમિ સંકુલના અધિગ્રહણ સાથે, આચાર્ય સત્યેન્દ્ર દાસને ત્યાં પૂજા વ્યવસ્થા માટે મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ભવ્ય મંદિરનું પણ નિર્માણ થયું છે. તેઓ ટ્રસ્ટ હેઠળ મુખ્ય પૂજારી તરીકે રામલલ્લાની પૂજા કરી રહ્યા છે.
આ પણ વાંચો: