નવી દિલ્હી : રાજ્યસભા પેટાચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપ-NDA ના 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે NDA ગૃહમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. મંગળવારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હતી. તમને જણાવી દઈએ કે, આ પરિણામો 9 રાજ્યોની 12 સીટ પર પેટાચૂંટણી પહેલા જ આવી ગયા છે.
રાજ્યસભાની પેટાચૂંટણી : તમામ વિજેતા ઉમેદવારોએ આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં એક-એક બેઠક જીતી છે. તેમાંથી ભારતીય જનતા પાર્ટીના 9, કોંગ્રેસમાંથી એક, NCP (અજિત પવાર)ના એક અને રાષ્ટ્રીય લોક મોરચાના એક ઉમેદવાર ચૂંટાયા છે. આ સ્થિતિમાં નવ ઉમેદવારો સાથે ભાજપની સંખ્યા વધીને 96 થઈ ગઈ છે. જો NDA જોડી દેવામાં આવે તો આ આંકડો 112 સુધી પહોંચે છે.
NDAને મળી બહુમતી : માહિતી અનુસાર, 245 સભ્યો ધરાવતા સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં હજુ પણ 8 બેઠકો ખાલી છે. આમાં, જમ્મુ અને કાશ્મીરમાંથી ચાર-ચાર બેઠકો અને નામાંકિત સભ્યો છે. એકંદરે, રાજ્યસભામાં બહુમતીનો આંકડો 119 સભ્યોનો છે. તમને જણાવી દઈએ કે, NDA પાસે છ નામાંકિત અને એક અપક્ષનું સમર્થન છે. આવી સ્થિતિમાં NDA બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરી લીધો છે.
#WATCH | Patna, Bihar: President of Rashtriya Lok Morcha (RLM) Upendra Kushwaha elected unopposed to Rajya Sabha from Bihar.
— ANI (@ANI) August 27, 2024
He says, " i thank pm modi, home minister amit shah...this is an opportunity for me to raise the voice of bihar in the parliament..." pic.twitter.com/9qIvdpRaZF
ભાજપના 9 ઉમેદવારો બિનહરીફ : સમયમર્યાદા સમાપ્ત થયા બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુને રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. એ જ રીતે હરિયાણામાંથી ભાજપના ઉમેદવાર કિરણ ચૌધરી, મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીયમંત્રી જ્યોર્જ કુરિયન અને બિહારમાંથી NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપના મનન કુમાર મિશ્રાને રાજ્યસભા પેટાચૂંટણીમાં બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ઓડિશાથી ભાજપના ઉમેદવાર મમતા મોહંતી પણ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ અને ત્રિપુરાના ભટ્ટાચારજી ચૂંટાયા.
રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા પછી રાષ્ટ્રીય લોક મોરચા (RLM) પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પટનામાં મીડિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનતા કહ્યું કે, આ તેમના માટે સંસદમાં બિહારનો અવાજ ઉઠાવવાની તક છે.
રાજસ્થાનમાંથી રવનીત બિટ્ટુ બિનહરીફ જીત્યા :
રાજસ્થાનમાં રાજ્યસભાની પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી એક ભાજપના ડમી ઉમેદવાર હતા. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી. તપાસ દરમિયાન 22 ઓગસ્ટના રોજ અપક્ષ ઉમેદવાર બબીતા વાધવાણીનું નામાંકન પત્ર રદ કરવામાં આવ્યું હતું. ભાજપના ડમી ઉમેદવાર સુનીલ કોઠારીએ શુક્રવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લેતા પેટાચૂંટણીમાં રવનીત સિંહ બિટ્ટુ એકમાત્ર ઉમેદવાર તરીકે રહ્યા.
Union Minister Ravneet Singh Bittu elected unopposed to Rajya Sabha from Rajasthan.
— ANI (@ANI) August 27, 2024
(file pic) pic.twitter.com/gHG8MaJ37W
રાજસ્થાન વિધાનસભાના મુખ્ય સચિવ અને ચૂંટણી અધિકારી મહાવીર પ્રસાદ શર્માએ મંગળવારે રવનીતસિંહ બિટ્ટુને બિનહરીફ વિજયી જાહેર કરીને પ્રમાણપત્ર એનાયત કર્યું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જોકે, કોંગ્રેસે રાજ્યસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારો ન ઉભા રાખવાનો નિર્ણય લીધો હતો.
હરિયાણાથી કિરણ ચૌધરી રાજ્યસભામાં ચૂંટાયા :
ભાજપના નેતા કિરણ ચૌધરીને હરિયાણાથી રાજ્યસભા પેટાચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. હરિયાણાના પૂર્વ મંત્રી ચૌધરીએ ગયા બુધવારે પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. એકમાત્ર ઉમેદવાર હોવાથી તેઓ બિનહરીફ વિજયી જાહેર થયા હતા. રિટર્નિંગ ઓફિસર સાકેત કુમારે તેમને હરિયાણા વિધાનસભા સચિવાલય ખાતે વિજેતા ઉમેદવાર તરીકે પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ હાજર હતા.
#WATCH | On her unopposed election to Rajya Sabha from Haryana, BJP leader Kiran Choudhry says, " i thank the top leadership of the party for this honour. this shows the working of the bjp. 20 years ago, i contested the elections on a congress ticket and they all connived to… pic.twitter.com/FGw16ExaJm
— ANI (@ANI) August 27, 2024
હરિયાણાની આ રાજ્યસભા બેઠક કોંગ્રેસના નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા રોહતકથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ ખાલી પડી હતી. કોંગ્રેસે પણ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કિરણ ચૌધરી જૂનમાં ભાજપમાં જોડાયા હતા.
મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન બિનહરીફ જીત્યા :
મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા. 20 ઓગસ્ટના રોજ ભાજપે કુરિયનને મધ્યપ્રદેશથી રાજ્યસભા સીટ માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. કુરિયન ઉપરાંત ભાજપના ડમી ઉમેદવાર કાંતદેવ સિંહ સહિત અન્ય બે લોકોએ રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, ચકાસણી દરમિયાન અન્ય બે ઉમેદવારોમાંથી એકનું નામાંકન પત્ર નકારી કાઢવામાં આવ્યું હતું. જ્યારે ભાજપના ડમી ઉમેદવાર કાંતદેવ સિંહે 27 ઓગસ્ટ, મંગળવારના રોજ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જેના પગલે કુરિયનને બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
#WATCH | Bhopal | After being elected to Rajya Sabha from MP, George Kurien says, " i have received the certificate today. i thank the pm and party leadership. madhya pradesh cm mohan yadav yesterday gave rs 20 crore for relief work in landslide-hit wayanad, kerala. the relations… pic.twitter.com/qSv6CzJiN7
— ANI (@ANI) August 27, 2024
ઓડિશામાંથી મમતા મોહંતી સિંઘવી બિનહરીફ જીત્યા :
ઓડિશાથી ભાજપના ઉમેદવાર મમતા મોહંતી પણ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા મોહંતીએ કહ્યું, "હું ભગવાન જગન્નાથ અને ઓડિશાના લોકોને નમન કરું છું કે તેમના આશીર્વાદથી મને આ તક મળી છે. હું વડાપ્રધાન મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને સમગ્ર ભાજપ પરિવારનો આભાર માનું છું...મારું એકમાત્ર લક્ષ્ય લોકોનું કલ્યાણ છે."
#WATCH | Bhubaneswar, Odisha: After being elected unopposed to the Rajya Sabha, BJP leader Mamata Mohanty says, " i bow to lord jagannath and the people of odisha that with their blessings i have got this opportunity. i want to thank prime minister modi, amit shah, jp nadda, the… https://t.co/ccyBnrYxYF pic.twitter.com/TZ5eksPzdS
— ANI (@ANI) August 27, 2024
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ તેલંગાણાથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત રાજ્યસભાના સભ્યોની લોકસભા સાંસદ તરીકે ચૂંટણીને કારણે ખાલી પડેલી 12 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચાર ઉમેદવારો - ભાજપના ધૈર્યશીલ પાટીલ અને એનસીપીના નીતિન પાટીલ (બંને મહારાષ્ટ્રમાંથી), અને રામેશ્વર તેલી અને મિશન રંજન દાસ (બંને આસામમાંથી) સોમવારે બિનહરીફ વિજયી જાહેર થયા હતા.