ETV Bharat / bharat

રાજસ્થાન કોલિહાન માઈન એક્સિડેન્ટ અપડેટ્સઃ 14 લોકોને સુરક્ષિત બહાર કઢાયા, 1નું મોત - Kolihan Mine Lift Collapses - KOLIHAN MINE LIFT COLLAPSES

હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં મંગળવારે સર્જાયેલી દુર્ઘટના બાદ ખાણમાં ફસાયેલા 14 કામદારોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઝુંઝનુમાં બનેલ આ માઈન એક્સિડેન્ટમાં 1 કામદારનું મૃત્યુ થયું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Rajasthan Jhunjhunu Kolihan Mine Lift Collapses Hindustan Copper Limited

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 3:23 PM IST

ઝુંઝુનુ: રાજસ્થાનમાં મંગળવારે ખેતરી કોપરમાં લિફ્ટ કોલેપ્સ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાણમાં ફસાયેલા 14 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ માઈન એક્સિડેન્ટમાં 1 કામદારનું મૃત્યુ થયું છે. મંગળવારે મોડી રાત્રે SDRFની ટીમ ખેતરી પહોંચી હતી. જ્યાં SDRFની ટીમે NDRFની ટીમને બચાવ કાર્યમાં મદદ કરી હતી.

દિગ્ગજોએ કમાન સંભાળીઃ ઝુંઝુનુ જિલ્લામાં હિન્દુસ્તાન કોપરની આ ખાણ એશિયાના સૌથી મોટા કોપર પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર નીમકથાના શરદ મેહરા, એસપી પ્રવીણ કુમાર નાયક નુનાવત, સીએમએચઓ વિનય ગેહલાવતે પોલીસ ટીમ સાથે સ્થળ પર સ્થિતિ સંભાળી હતી. ધારાસભ્ય ધરમપાલ ગુર્જર અને એસડીએમ સવિતા શર્મા પણ સ્થળ પર પહોંચી ગયા હતા.

14 લોકોનું રેસ્ક્યુઃ ખેતરી કોપરમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોએ ખાણમાં ફસાયેલા 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ડેપ્યુટી જનરલ મેનેજર એકે શર્મા, મેનેજર પ્રિતમ સિંહ અને હરસીરામને કોલિહાન ખાણમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મેડિકલ ટીમના વડા ડૉ. મહેન્દ્ર સૈની અને ડૉ. પ્રવીણ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. દરમિયાન ત્રણેયને જયપુર રીફર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગત રાત્રે 8.10 કલાકે ખાણમાંથી બહાર નીકળતી વખતે લિફ્ટની ચેઈન તૂટી ગઈ હતી, ત્યારબાદ 14 લોકો 1875 ફૂટની ઊંડાઈમાં ફસાઈ ગયા હતા. રાત્રે તેમના માટે દવાઓ અને ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. ખાણ લિફ્ટમાં ફસાયેલા લોકોમાં કોલકાતાની વિજિલન્સ ટીમ અને કેસીસીના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

મુખ્યપ્રધાને પ્રાર્થના કરી: રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઝુંઝુનુના ખેતરીમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટનું દોરડું તૂટવાને કારણે અકસ્માતની માહિતી મળી હતી રાહત કાર્ય અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા તેમજ અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે.

સચિન પાયલોટે સંવેદના વ્યક્ત કરીઃ કોંગ્રેસ નેતા સચિન પાયલોટે લખ્યું કે, ઝુંઝુનુના ખેત્રીમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટનું દોરડું તૂટવાને કારણે થયેલા અકસ્માતના સમાચાર ચિંતાજનક છે. આ ખાણમાં ઘણા કર્મચારીઓ ફસાયા હોવાના પણ સમાચાર છે. હું સરકાર અને વહીવટીતંત્રને ઝડપથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા વિનંતી કરું છું, જેથી ખાણમાં ફસાયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત બહાર કાઢી શકાય. પાયલોટે કહ્યું કે હું લિફ્ટમાં હાજર તમામ લોકોના સ્વાસ્થ્યની કામના કરું છું.

  1. Maharashtra Accident: તોરણમાળની ખીણમાં ખાનગી વાહન ખાબકતા 8ના મોત, 15 ઈજાગ્રસ્ત
  2. સુરતઃ બારડોલીમાં કોમ્પ્લેક્સ બાંધકામ સમયે માટી ધસી જતાં 3 મજૂરો દટાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.