નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં રાયબરેલીથી સાંસદ તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમના હાથમાં બંધારણની નકલ હતી. તેઓ આજે શપથ લેનારા સાંસદોમાં સામેલ હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 262 નવા ચૂંટાયેલા સાંસદોએ સોમવારે 18મી લોકસભાના ઉદ્ઘાટન સત્રમાં શપથ લીધા હતા.
I, Rahul Gandhi...
— Congress (@INCIndia) June 25, 2024
Having been elected a member of the House of People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully… pic.twitter.com/sICBGMDMAf
ગઈકાલે પણ જ્યારે વડાપ્રધાન મોદી શપથ લેવા સ્ટેજ પર પહોંચ્યા ત્યારે રાહુલ ગાંધી બંધારણની નકલ બતાવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ રાહુલ ગાંધીના શપથ ગ્રહણનો વીડિયો પોસ્ટ કર્યો છે. વિડિયોમાં, તે કહેતા સાંભળી શકાય છે, 'મૈ, રાહુલ ગાંધી... લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા પછી, હું પ્રતિજ્ઞા લઉ છું કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં સાચો વિશ્વાસ અને વફાદારી રાખીશ, ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જાળવી રાખીશ. હું જે કર્તવ્યને કરવાનો છુ, એનું નિષ્ઠાપૂર્વક નિર્વહન કરીશ. જય હિંદ જય સંવિધાન.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલના શપથ ગ્રહણ સમારોહ માટે સંસદ ભવન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી ઉપરાંત અખિલેશ યાદવ, મહુઆ મોઇત્રા, સુપ્રિયા સુલે અને કનિમોઝી એવા કેટલાક અગ્રણી વિરોધ પક્ષના નેતાઓ છે જેમણે 18મી લોકસભાના બીજા દિવસે શપથ લીધા હતા.
તાજેતરમાં પુરી થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને લોકસભા સીટ પરથી જીત્યા હતા. રાહુલ ગાંધીએ વાયનાડથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના એની રાજાને 3,64,422 મતોના માર્જિનથી હરાવ્યા હતા, જ્યારે રાયબરેલીથી તેમણે ભારતીય જનતા પાર્ટીના દિનેશ પ્રતાપ સિંહને 3,90,030 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
રાહુલ ગાંધીએ વાયનાડના સાંસદ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી અને રાયબરેલી મતવિસ્તાર જાળવી રાખ્યા પછી, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગયા અઠવાડિયે વાયનાડથી પ્રિયંકા ગાંધીની ઉમેદવારીની જાહેરાત કરી. જો પ્રિયંકા ગાંધી વાયનાડમાંથી જીતે છે, તો નેહરુ-ગાંધી પરિવારના સંસદમાં ત્રણ સભ્યો હશે - સોનિયા ગાંધી રાજ્યસભામાં અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લોકસભામાં.