નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ ઓમ બિરલાને 18મી લોકસભાના અઘ્યક્ષ તરીકે પસંદગી કરી લેવામાં આવ્યા છે. સ્પીકર તરીકે પસંદ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમ બિરલા પાસે જઇને તેમને અભિનંદન આપ્યા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર નોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી એમને સ્પીકરની સીટ સુધી લઇ ગયા હતા ત્યારબાદ પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એક બીજાએ હાથ મિલાવ્યા હતા અને પૂરુ સદન તાલીઓથી ગુંજી ઉઠ્યું હતું.
તમને જણાવી દઇએ કે, સંસદની પરંપરા છે કે, સદનના નેતા અને વિપક્ષના નેતા બંને લોકસભા અધ્યક્ષ પદ માટે પસંદ થયેલ સાંસદને તેમની સીટથી લઇને અધ્યક્ષની ખુર્સી સુધી લઇ જાય છે. આ પેલા પીએમ મોદીએ બુધવારના રોજ ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષના રુપમાં પસંદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
લોકસભાના અધ્યક્ષ બનવા પર શું બોલ્યા પીએમ: વડાપ્રઘાને ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષ તરીકે પસંદ થવા બદલ તેમણે કહ્યું કે, અમારો વિશ્વાસ છે કે, તમે (ઓમ બિરલા) આવનારા 5 વર્ષો સુધી અમારા બઘાનું માર્ગદર્શન તમે માર્ગદર્શન કરતા રહેશો. તેમણે કહ્યું કે, 'હું પૂરા સદન તરફથી તમને લોકોને અભિનંદન પાઠવું છું અને આવનારા 5 વર્ષ માટે તમારા માર્ગદર્શનની આશા રાખું છું.'
રાહુલ ગાંધીએ આપ્યા અભિનંદન: ઓમ બિરલાના સ્પીકર તરીકે પસંદગી થવા બદલ રાહુલ ગાંધીએ તેમને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, 'પૂરો વિપક્ષ અને ઈન્ડિયા એલાયન્સ વતી તમને અભિનંદન. સરકાર પાસે રાજકીય સત્તા હોઈ શકે છે, પરંતુ વિપક્ષ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. વિપક્ષ તમને (ઓમ બિરલા) તમારા કામમાં મદદ કરવા માંગે છે. મને વિશ્વાસ છે કે તમે અમને ગૃહમાં બોલવાની મંજૂરી આપશો અને ભારતના બંધારણની રક્ષા કરવાની અમારી ફરજ પૂરી કરશો.
ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે ચૂંટણી: લોકસભા અધ્યક્ષના નામ પર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ ન થયા બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે ચૂંટણીમાં ઓમ બિરલાને ઉમેદવાર બનાવ્યા હતા. તે જ સમયે, ઇન્ડિયા એલાયન્સે કેરળના માવેલિકારાથી આઠ વખત સાંસદ રહી ચુકેલા કોંગ્રેસના કોડીકુનીલ સુરેશને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા ઓમ બિરલાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. કારણ કે સંખ્યાની દ્રષ્ટિએ, NDA પાસે 543 સભ્યોની લોકસભામાં 293 સાંસદો સાથે સ્પષ્ટ બહુમતી હતી, જ્યારે વિપક્ષી ભારત (I.N.D.I.A.) બ્લોકમાં 234 સાંસદો હતા.