ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ મુર્મુએ ઘણા રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂક કરી, બનવારી લાલનું રાજીનામું સ્વીકાર્યું. - New governors appoints

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘણા રાજ્યોના રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી છે, ઘણા રાજ્યો વચ્ચે ગવર્નરોની પણ અદલાબદલી કરવામાં આવી હતી. જાણો ક્યાં રાજ્યને મળ્યા નવા રાજ્યપાલ અને ગવર્નર ? governors appoints for several states

રાષ્ટ્રપતિ મુર્મુ
રાષ્ટ્રપતિ મુર્મુ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 9:24 AM IST

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ દેશભરના ઘણા રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂક પણ કરી. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સાથે હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ જિષ્ણુ દેવ વર્માને તેલંગાણાના રાજ્યપાલ, ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના અને સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ રમેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ અને સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.

ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને તેલંગાણાના વધારાના હવાલા સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. "આ નિમણૂંકો તેઓ તેમના સંબંધિત કાર્યાલયનો ચાર્જ સંભાળે તે તારીખથી અસરકારક રહેશે," એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે.

રાજ્ય રાજ્યપાલ
રાજસ્થાનહરિભાઉ કિસનરાવ બાગડે
સિક્કિમ ઓમ પ્રકાશ માથુર
તેલંગાણાવિષ્ણુ દેવ વર્મા
ઝારખંડસંતોષ કુમાર ગંગવાર
છત્તીસગઢરમણ ડેકા
મેઘાલયસીએચ વિજયશંકર
મહારાષ્ટ્રસીપી રાધાકૃષ્ણન
આસામ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય
પંજાબગુલાબચંદ કટારિયા
  1. આનંદીબેન પટેલનો રાજ્યપાલ તરીકે કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, કોણ બનશે યુપીના આગામી રાજ્યપાલ ? - anandiben patel

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.