નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને નવા અધ્યક્ષ મળ્યા છે. 1983 બેચના IAS અધિકારી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદાનને UPSCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પ્રીતિ સુદાન 1 ઓગસ્ટથી ચાર્જ સંભાળશે.
1983 batch IAS officer Preeti Sudan will be the new UPSC Chairperson, with effect from 1st August 2024. pic.twitter.com/t6Ylfr4BOP
— ANI (@ANI) July 31, 2024
તમને જણાવી દઈએ કે, એક મહિના પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે તેઓએ અંગત કારણોસર આવો નિર્ણય લીધો છે. પ્રીતિ સુદાન 2022 થી UPSC ના સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.
શું તમે જાણો છો પ્રીતિ સુદાન કોણ છે?
મળતી માહિતી મુજબ પ્રીતિ સુદાન આંધ્રપ્રદેશની 1983 બેચની IAS ઓફિસર છે. તેમણે કેન્દ્રીય આરોગ્ય સચિવની જવાબદારી પણ નિભાવી છે, જેનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો હતો. આ ઉપરાંત તેમણે બેટી બચાવો-બેટી પઢાવો અને આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં પણ યોગદાન આપ્યું છે.
તમને જણાવી દઈએ કે, પંચના તત્કાલિન અધ્યક્ષ મનોજ સોનીએ તેમને 2022માં UPSCના સભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતા. મનોજ સોનીએ 28 જૂન 2017 થી 15 મે 2023 સુધી કમિશનના સભ્ય તરીકે સેવા આપી હતી. પ્રીતિ સુદને અર્થશાસ્ત્રમાં M.Phil અને સામાજિક નીતિ અને આયોજનમાં MSc કર્યું છે.